બાઇડેનને સત્તા સંભાળતા જ મુસ્લિમ બહુમતીવાળા દેશોની મુસાફરી પરથી પ્રતિબંધ હટાવી દીધો
વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેનને સત્તા સંભાળતાંની સાથે જ તેઓ એકશનમાં આવી ગયા છે. બાઇડેને એક પછી એક તેમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પ ના અનેક ર્નિણયોને રદ કરીને ઘણા કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કર્યા છે. દરમ્યાન બાઇડેને પણ પ્રવાસીઓને રાહત આપતા એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશથી ૧.૧ કરોડ એવા પ્રવાસીઓને ફાયદો થશે જેની પાસે કોઈ કાયદાકીય દસ્તાવેજ નથી. તેમાં લગભગ ૫ લાખ ભારતીય છે.
જાે બાઇડેને શપથ લીધા બાદ સૌપ્રથમ ઇમિગ્રેશન સિસ્ટમમાં સંપૂર્ણપણે ફેરફાર કરવાનું શરૂ કર્યું. તેમના આદેશો હેઠળ ઘણા દસ્તાવેજાે પર હસ્તાક્ષર કર્યા જે ટ્રમ્પના વિવાદાસ્પદ ઇમિગ્રેશન નીતિઓને બદલનાર છે. જાે બાઇડેને અમેરિકન કોંગ્રેસને વિનંતી કરી છે કે ૧.૧ કરોડ ગેરકાયદેસર પ્રવાસીઓની સ્થાયી દરજ્જાે અને તેમના નાગરિકત્વ માટેનો માર્ગ મોકળો કરતાં કાયમી દરજ્જાની ખાતરી કરવા માટેનો કાયદો બનાવ્યો. એક અનુમાન મુજબ ભારતીય મૂળના લગભગ ૫ લાખ લોકો એવા છે કે જેમની પાસે કાયદાકીય દસ્તાવેજાે નથી.
જાે બાઇડેન પ્રશાસનનું આ ઇમિગ્રેશન બિલ ટ્રમ્પ વહીવટની કડક ઇમિગ્રેશન નીતિઓથી વિપરીત હશે. બિલના સંબંધિત માહિતી ધરાવતા એક અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે બુધવારે બાઇડેનનાં શપથ લીધા બાદ આ ખરડો રજૂ કરી શકે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે બાઇડેને ઇમિગ્રેશન અંગેના ટ્રમ્પના પગલાને અમેરિકન મૂલ્યો પર ‘કઠોર હુમલો’ ગણાવ્યો હતો. આ ૧.૧ કરોડ ગેરકાયદે વસતા લોકોને અમેરિકાની બહાર મોકલી દેવાનો ભય સતાવતો હતો.
બાઇડેને સત્તા સંભાળતાં પહેલાં કહ્યું હતું કે તેઓ આ “નુકસાનની ભરપાઇ કરશે”. આ બિલ હેઠળ એક જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં અમેરિકામાં કોઇપણ કાનૂની દરજ્જા વગર રહેતા લોકોની પૃષ્ઠભૂમિની તપાસ કરાશે અને જાે તેઓ ટેક્સ જમા કરાવે છે તો અન્ય મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરે છે, તો તેના માટે પાંચ વર્ષની અસ્થાયી કાયદાકીય દરજ્જાે મેળવવાનો માર્ગ મોકળો થઇ જશે અથવા તેમને ગ્રીન કાર્ડ મળી જશે. ત્યારબાદ તેમને વધુ ત્રણ વર્ષ માટે નાગરિકત્વ મેળી શકે છે. યુએસ સેનેટર બોબ મેનેડેઝ અને લિન્ડા સાંચેઝ કોંગ્રેસમાં રજૂ થનારા બિલને તૈયાર કરવા પર કામ કરી રહ્યા છે.
બાઇડેને મુસ્લિમો પરનો પ્રતિબંધ હટાવવાના ટ્રમ્પના ર્નિણયને પલટી દીધો છે. ૨૦૧૭ માં ટ્રમ્પે મુસ્લિમ બહુમતી ધરાવતા સાત દેશો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. બાઇડેને આ દેશોના લોકો માટે વિઝા પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. તેની સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જેમને નુકસાન થયું છે તેમને વળતર આપવા માટે પ્રયત્નો કરવા જાેઈએ. બાઇડેને મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવવાનો આદેશ પણ આપ્યો હતો. બીજીતરફ પ્રવાસીઓનું સમર્થન કરનાર ગ્રૂપને બાઇડેનના આ આદેશની જાેરદાર પ્રશંસા કરી છે.HS