બાઇડેને યુએસ નાગરિકોને રશિયા છોડવાનું જણાવ્યું

વોશિંગટન, યુક્રેનના મુદ્દા પર સંકટ વધુ મુશ્કેલ બની રહ્યું છે. રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ સર્વોચ્ચ સ્થાને છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેને યુક્રેનમાં રહેતા અમેરિકી નાગરિકોને તત્કાલ દેશ છોડવાની અપીલ કરી છે. તેમણે લોકોને સાવચેત કરતા કહ્યું કે, વસ્તુ જલદી ખરાબ થઈ શકે છે અને ગમે તે થઈ શકે છે. રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યુ કે, સ્થિતિ સારી નથી અને સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે.
તેવામાં અમેરિકી નાગરિકોએ યુક્રેન છોડી દેવું જાેઈએ. મહત્વનું છે કે રશિયાના હજારો સૈનિક હથિયારોની સાથે યુક્રેનની સરહદ પર ભેગા થયા છે. રાષ્ટ્રપતિ જાે બાઇડેને કહ્યુ કે, રશિયાએ યુક્રેનની સાથે પોતાની સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકોને ભેગા કર્યા છે.
તેણમે કહ્યું કે, એવું નથી કે અમે એક આતંકવાદી સંગઠનનો સામનો કરી રહ્યાં છીએ. અમે દુનિયાની સૌથી મોટી સેનામાંથી એકનો સામનો કરી રહ્યાં છીએ. આ ખુબ અલગ સ્થિતિ છે અને વસ્તુ જલદી બગડી શકે છે.
બાઇડેને કહ્યુ કે એવી સ્થિતિ નથી કે તેમને યુક્રેનથી બહાર નિકળવાનો પ્રયાસ કરી રહેલા અમેરિકી નાગરિકોને બચાવવા માટે સૈનિકો મોકલવા પ્રેરિત કરી શકે. અમેરિકા અને રશિયા જ્યારે એકબીજાની સામ-સામે હશે તો એક વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિ હશે.
પરંતુ તેમણે કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એવું કંઈ નહીં કરે જે અમેરિકી નાગરિકો પર નેગેટિવ પ્રભાવ પાડી શકે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેને હાલમાં રશિયાને એક નવી ચેતવણી આપતા કહ્યુ હતુ કે જાે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તો તેની મહત્વકાંક્ષી ગેસ પાઇપ લાઇન પરિયોજના નોર્ડ સ્ટ્રીમ ૨ને શરૂ થવા દેશે નહીં. મહત્વનું છે કે અમેરિકી અધિકારીઓનું માનવુ છે કે રશિયાએ યુક્રેનની સાથે સરહદની પાસે ૧૦૦,૦૦૦ થી વધુ સૈનિકોને જમા કર્યા છે.
રશિયા સતત ભાર આપીને કહી રહ્યું છે કે હુમલાની કોઈ યોજના નથી. નાટોના વિસ્તારની યોજનાથી રશિયા ગુસ્સામાં છે અને યુક્રેનની નાટો સભ્યપદનું વિરોધ કરી રહ્યું છે. રશિયા અમેરિકાની ગેરંટીની માંગ કરી રહ્યું છે કે યુક્રેનને નાટોનું સભ્ય બનાવવામાં આવે નહીં, પરંતુ અમેરિકા આ વાત માનવા તૈયાર નથી.SSS