Western Times News

Gujarati News

બાઈક ચોરે શ્રમીક યુવકનું બાઈક ચોરી કપાસના ખેતરમાં સંતાડી દીધું

મેઘરજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝાલોદર ગામે થી બાઈક સાથે ઝડપ્યો 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં બાઈક ચોરીની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે વાહનચાલકો પાસેથી પોલીસ અરજી લઈ સંતોષ માનતી હોવાની છબી ઉભી થઇ હતી જીલ્લા એસપી સંજય ખરાતના આગમન પછી પોલીસ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવા દોડાદોડી કરી રહી છે મેઘરજ વાસણા આઈટીઆઈ પાસે શ્રમિક યુવકનું પાર્ક કરેલ બાઈક ચોરી થતા પોલીસે ગણતરીના કલાકોમાં ઝાલોદરના બાઈકચોર યુવકને બાઈક સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી શ્રમિક યુવકને બાઈક પરત મળતા હાશકારો અનુભવ્યો હતો

મોડાસા તાલુકાના મુલોજ ગામે રહેતા લાલાભાઇ બાલાભાઈ ખાંટ નામનો યુવક મેઘરજના ઇલેક્ટ્રિક કોન્ટ્રાકટરને ત્યાં મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યો છે વાસણા આઈટીઆઈ નજીક રાબેતા મુજબ યુવક ડિસ્કવર બાઈક પાર્ક કરી મજૂરીએ ગયા બાદ સાંજે પરત ફરતા બાઈક જોવા ન મળતા હાંફળો ફોફાળો બની શોધખોળ હાથધરી હતી બાઈકની ચોરી થતા મેઘરજ પોલીસ સ્ટેશન બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી

બાઈક ચોરીની ફરિયાદના પગલે મેઘરજ પીએસઆઈ એન એમ સોલંકી અને તેમની ટીમે બાતમીદારો અને સર્વલન્સના આધારે તપાસ હાથધરી હતી બાતમીના આધારે મેઘરજ પોલીસે બાઈક ચોરી કરનાર મોડાસા તાલુકાના ઝાલોદર ગામના મહેશ મંગાભાઈ ખાંટને તેના ઘરેથી ઝડપી પાડી ચોરીની બાઈક કપાસના ખેતરમાં સંતાડી દેતા પોલીસે કપાસના ખેતરમાં શોધખોળ હાથધરી ચોરી કરેલ બાઈક કબ્જે લઈ બાઈક ચોર મહેશ ખાંટ ને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.