બાઈકવાળો તમારી જણસો લૂંટવા આવ્યો છે કહી ઘરેણાં લઈ રિક્ષાચાલક રફુચક્કર
ભરૂચમાં રિક્ષાચાલકે મહિલાને છેતરી સોનાના દાગીના પડાવી ફરાર
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ એક દુધની ડેરી પાસે એક મહિલા ઉભી હતી તે દરમ્યાન એક રિક્ષાચાલકે તેણીને કહ્યું બેન આ બાઈક ચાલક તમારી જણસો લૂંટવા આવ્યો છે કહી જણસો થેલીઓમાં મુકાવી રફુચક્કર રિક્ષાચાલકે રિક્ષામાં સવાર અન્ય બે મહિલાઓની મદદથી મહિલા પાસેથી 1,68,700ના દાગીના સેરવી જતા મામલો શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે.
મળતી માહિતી અને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી વાસંતીબેન મહેતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત બપોરના સમયે ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ નર્મદા પાર્લર ડેરી પાસે ઊભા હતા તે દરમ્યાન એક અજાણ્યા રિક્ષાચાલકે તેઓ પાસે આવી,
તેમને કહ્યું બેન આ બાઈક ચાલક તમારી જણસો લૂંટવા આવ્યો છે કહી જણસો થેલીઓમાં મુકાવી રફુચક્કર રિક્ષામાં બેસાડી તેની પાછળની સીટ ઉપર અન્ય બે મહિલાઓએ તેણે વિશ્વાસમાં લઈ ફરિયાદીને શંભુ ડેરી પાસે ઉતારી દેતા ફરિયાદી ચાલતા ચાલતા તેઓના ઘરે પહોંચ્યા હતા અને ઘરે પહોંચી થેલીમાં તપાસ કરતાં દાગીના ગુમ થયા હોવાનું જણાવતા રિક્ષાચાલક અને બે મહિલાઓએ ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાના કારણે તેઓના પગ તળેથી જમીન ખસી ગઈ હોવાનો અનુભવ થયો હતો.
જે બાદ ફરિયાદી વાસંતીબેન મહેતાએ તાત્કાલિક તેના પરિવારને જાણ કરી શહેર એ ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા.જ્યાં ફરિયાદી વાસંતીબેન મહેતાએ અજાણ્યા રિક્ષાચાલક અને મહિલાઓ સામે તેઓના દાગીના શેરવી જવા મુદ્દે એક સોનાની ચેન નંગ ૦૧ કિંમત રૂપિયા ૬૫.૨૦૦,સોનાની બંગડી નંગ ૨ કિંમત રૂપિયા ૯૦ હજાર, એક સોનાની વીંટી કિંમત રૂપિયા ૨૨,૫૦૦ મળી અંદાજીત ૧,૬૮, ૭૦૦ ની કિંમતના દાગીના અજાણ્યા ભેજાબાજ રિક્ષાચાલક અને બે મહિલાઓ લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી રિક્ષા નંબરના આધારે રફુચક્કર થયેલા રીક્ષાચાલક અને મહિલાઓને ઝડપી પાડવાની કવાયત આરંભી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અગાઉ ઉપર આ રોડ ઉપર થી જ એક વેપારી પોતાનો સામાન લેવા રિક્ષામાં સવાર થઈ જતા હતા તે વેળાએ તેઓના ખિસ્સામાં રહેલા હજારો રૂપિયા પણ સેળવી લીધા હતા.
તો બીજી તરફ એકલ ડોકલ જતા રાહદારીઓને રિક્ષામાં બેસાડી રૂપિયા,મોબાઈલ સહિત દાગીના સેળવી લોકો જાેડે છેતરપિંડી આચરવામાં આવતી હોય છે.જે ગેંગ પુનઃ સક્રિય થઈ હોય તેમ આજના કિસ્સા ઉપર થી સામે આવી રહ્યું છે.