બાઈક ચોરે ગામની જ બાઈક ચોરી કરી રજીસ્ટ્રેશન સાથે ચેડા કર્યા
(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા તાલુકાના ઉચેડિયાગામનો પરેશ ઉર્ફે સુરેશ પટેલ ચોરીની બાઈક સાથે જીલ્લા એલસીબીની ટીમના હાથે ઝડપાય ગયો છે.પરેશ ઉર્ફે સુરેશે ઉચેડિયા ગામનીજ બાઈક ચોરી કરી તેના રાગેસ્ટ્રાસન નંબર સાથે ચેડા કરી તેનો ઉપયોગ કરતો હોવાનું તપાસ દરમિયાન માલમ પડ્યું હતું.
પોલીસ મહાનિર્દેશક વડોદરા રેન્જ તથા ભરૂચ જીલા પોલીસ અધિકક્ષક તરફ થી જીલ્લામાં મિલ્કત સબંધી તથા વાહન ચોરી અંગેના ગુનાઓ અટકાવવા તેમજ અંડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સૂચનો આપવામાં આવી હતી.ભરૂચ જીલ્લા એલસીબીના પોલીસ ઈન્સ્પક્ટર અને સબ પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરી તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સ થી કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબીને આજરોજ મળેલી બાતમીના આધારે અંકલેશ્વર ની રાજપીપલા ચોકડી પાસેથી એક બાઈક ચાલકને રોકી તેની તપાસ કરતા તે ઈસમ ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામનો પરેશ ઉર્ફે સુરેશ રાયજી પટેલ હતો.એલસીબી દ્વારા બાઈકના ડોક્યુમેન્ટ માંગતા તેની પાસે કોઈ તેના આધાર પુરાવા નહિ હતા. વધુ તપાસ કરતા આ બાઈક ઉચેડિયા ગામેથી ચોરી કરી મેળવેલ હોવાનું જણાઈ આવ્યું હતું જે બાબતે ઝઘડિયા પોલીસ મથકમાં ચાલુ સાલે ગુનો નોંધાયો હતો. ચોરી કરેલ બાઈક સાથે પકડાયેલ પરેશ ઉર્ફે સુરેશ રાયજી પટેલ વિરૃદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.