બાઈક પર જતાં યુવક પાસેના મોબાઈલમાં એવું તે શું થયું કે તે નીચે પટકાયો
અમદાવાદ, અમદાવાદના મણિનગરમાં એક એવી ગંભીર ઘટના બની છે જે તમામ લોકો માટે જાણવા લાયક છે કારણ કે આજના સમયમાં નાના બાળકો હોય કે પછી વૃદ્ધ તમામ લોકો પાસે મોબાઈલ તો હોય છે અને એવા માં આ સમાચાર ખુબજ અગત્યનું છે.
અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક બાઈક ચાલક સાથે એવી ઘટના બની કે તેને ખ્યાલ પણ નહીં હોય કે તેની સાથે આવી ઘટના બની શકે છે. મણિનગરના ફાયર સ્ટેશન સામેથી એક બાઈક સવાર પસાર થઈ રહ્યો હતો તેવામાં અચાનક બાઈક સવાર નીચે પટકાયો અને તેને ગંભીર ઈજાઓ થઈ અને આસપાસ માં લોકો દોડી આવ્યા હતા.
લોકો એ તપાસ કરી તો જાણવા મળ્યું કે બાઈક સવારના ખીસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થયો હતો અને જેના કારણે તે નીચે પટકાઈ ગયો અને તેમને ગંભીર ઈજાઓ થઈ છે અને બ્લાસ્ટ થવાના કારણે દાઝી પણ ગયા છે.લોકો એ તરત ૧૦૮માં ફોન કરી બોલાવ્યા અને બાઈક ચાલકને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે બાઈક સવાર નું નામ ઋષિ હોવાનું સામે આવ્યું છે અને જેમને ઈશનપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં સાવવાર માટે મોકલવામાં આવ્યા છે.