Western Times News

Gujarati News

બાઈક પર દારૂની ડીલેવરી આપનાર અને એક્ટિવા પર દારૂ લેવા પહોંચેલ શખ્શને દબોચ્યો

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત દારૂબંધી કાયદાના અમલ માટે સખ્તાઈ પૂર્વક કામગીરી કરી રહ્યા છે તેમના માર્ગદર્શન હેઠળ શહેરમાં ધમધમતા દેશી-વિદેશી દારૂ,જુગાર, વરલી-મટકાના સ્ટેન્ડ અને વિદેશી દારૂની હોમડિલેવરી પર જીલ્લા પોલીસતંત્રએ તવાઈ બોલાવી છે તેમ છતાં હજુ પણ મોડાસા શહેરમાં વિદેશી દારૂની હોમડિલિવરી આપતાં ચાર થી ૫ બુટલેગરો સક્રિય છે મોડાસા શહેરમાં વિદેશી દારૂના શોખીનોને ફોનની કે વોટ્સએપ્પ કોલિંગની એક જ રિંગ પર માંગો તેવી બ્રાન્ડનો અને મોંઘી શરાબ એક્ટિવા કે બાઈક પર ઘરે બેઠા કે ધંધા રોજગારના સ્થળે પહોંચાડવાનું રેકેટ ચાલી રહ્યું છે

મોડાસા ટાઉન પોલીસે સુવિધા એપાર્ટમેન્ટમાં રહેતો કીરણ પટેલ બાઈક પર સાર્વજનિક હોસ્પિટલ પાસે વિદેશી દારૂની હોમડિલેવરી કરતો રંગે હાથે ઝડપી લઈ દારૂ મંગાવનાર નંદનવન સોસાયટીમાં રહેતા અનંત ઉપાધ્યને દબોચી લીધો હતો ટાઉન પોલીસે બુટલેગર કિરણ પટેલના રહેણાંક નીચે ડસ્ટન ગો કારમાંથી વધુ ૨૦ બોટલ દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા ટાઉન ઇન્ચાર્જ પીઆઇ જે.પી.ભરવાડ નાઈટ કર્ફ્યુની અમલવારી માટે શહેરના માર્ગો પર પેટ્રોલીંગમાં હતા ત્યારે મોડાસામાં હોમડિલેવરી માટે પંકાયેલ અને સુવિધા એપાર્ટમેન્ટમાં રહેતો કીરણ પ્રવીણ પટેલ બાઈક પર સાર્વજનીક નજીક વિદેશી દારૂની હોમડિલિવરી આપવાનો હોવાની બાતમી મળતા ટાઉન પોલીસ સાર્વજનીક હોસ્પીટલ નજીક વોચ ગોઠવી દીધી હતી કિરણ પટેલ બાઈક પર વિદેશી દારૂની બોટલ લઈ સાર્વજનીક હોસ્પીટલ નજીક  વિદેશી દારૂની બોટલ મંગાવનાર નંદનવન સોસાયટીમાં રહેતા અનંત મુકુંદભાઈ ઉપધ્યાય એક્ટિવા દારૂની બોટલની ડિલેવરી લેતા જ ટાઉન પોલીસ ત્રાટકી બંનેને ઝડપી લેતા રાતના અંધારામાં બુટલેગર અને વિદેશી દારૂના રસીયાના મોતીયા મરી ગયા હતા

ટાઉન પોલીસે બુટલેગર કીરણ પટેલની આગવી ઢબે પૂછપરછ કરતા તેના એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરેલી ડસ્ટન ગો કારમાં વિદેશી દારૂની બોટલો રાખેલી હોવાનું જણાવતા પોલીસ બુટલેગર સાથે સુવિધા એપાર્ટમેન્ટમાં પહોંચી બુટલેગરની કારમાંથી વધુ ૨૦ બોટલ દારૂ જપ્ત કર્યો હતો ટાઉન પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ-૨૧ કીં.રૂ.૧૫૧૨૦/-,કાર, બાઈક તેમજ એક્ટિવા મળી કુલ.રૂ.૨૧૦૧૨૦ /-નો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર કીરણ પ્રવીણ પટેલ  અને વિદેશી દારૂ મંગાવનાર અનંત મુકુંદભાઈ ઉપધ્યાયની વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.