બાઈક પર નકલી નોટોની હેરાફેરીનો પર્દાફાશ કરતી અરવલ્લી એસઓજી પોલીસ
અપાચે બાઈક પરથી 500 અને 100 ની નોટો ઝડપાઇ,ચાલક ફરાર
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂ,માદક દ્રવ્યો સહીત અનેક ગેરકાયદેસર ચીજવસ્તુઓની વાહનોમાં થતી હેરાફેરીની ઘટનાઓને જીલ્લા પોલીસતંત્ર નિષ્ફ્ળ બનાવી રહ્યું છે ત્યારે બાઈક પર ડુપ્લીકેટ નોટોની હેરાફેરીનો જીલ્લા એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે જેમાં બાયડ તાલુકાના સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્રાંતવેલનો અલ્પેશ ઉર્ફે ભલો ખાંટ અપાચે બાઈક પર નકલી નોટો સાથે પસાર થવાનો હોવાની બાતમી એસઓજી પોલીસને મળતા વોચમાં ગોઠવી હતી નકલી નોટોની હેરાફેરી કરનાર અલ્પેશ ખાંટ પોલીસ જોઈ બાઈક નીચે નાખી દઈ અંધારામાં નાસી છૂટતા પોલીસે બાઈક પર રહેલી પ્લાસ્ટીકની થેલીમાં રૂ.૫૦૦ અને ૧૦૦ ની ૨૦૪ નોટ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એસઓજી પીઆઈ ભરવાડને પ્રાંતવેલ ગામનો એક શખ્સ બાઈક પર નકલી નોટોની હેરાફેરી કરતો હોવાની બાતમી મળતા તાબડતોડ પ્રાંતવેલ ગામની સીમમાં વોચ ગોઠવી દીધી હતી પ્રાંતવેલ ગામનો અલ્પેશ ઉર્ફે ભલો કાંતિભાઈ ખાંટ અપાચે બાઈક પર થેલીમાં નકલી નોટો લઇને નીકળ્યો હતો પોલીસ નાકાબંધી જોઈ બાઈક પાછી વાળી ભાગવા જતા શક્ય ન લાગતા રસ્તા પર બાઈક નાખી દઈ ભાગવા જતા વોચમાં રહેલી
એસઓજી પોલીસે પાછળ દોટ લગાવવા છતાં અંધારું હોવાથી પોલીસને થાપ આપવામાં સફળ રહી અંધારામાં છું થઇ ગયો હતો એસઓજી પોલીસે પ્લાસ્ટીકની થેલીમાંથી રૂ.૫૦૦ અને ૧૦૦ ની ૨૦૪ નોટ કબ્જે લીધી હતી અપાચે બાઈક કીં.રૂ.૩૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી સાઠંબા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો હતો.
સાઠંબા પોલીસે એસઓજી પોલીસકર્મી રાજુભાઈ કાંતિભાઈ પરમારની ફરિયાદના આધારે પ્રાંતવેલના અલ્પેશ ઉર્ફે ભલો કાંતિભાઈ ખાંટ વિરુદ્ધ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા