બાઈક પર બેઠેલા યુવકને કંઈ કહ્યા વગર પોલીસકર્મી તેના પર ફરી વળ્યા
અમદાવાદ, ફરી એકવાર અમદાવાદ પોલીસની ગુંડાગીરી સામે આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં બાઈક પર બેઠેલા એક નિર્દોષ યુવકને ૧૦ જેટલા પોલીસકર્મીએ માર મારવાનું શરુ થયું હતું. યુવકને માર માર્યા પછીનો બરડો લાલ થઈ ગયો હોય તેવો ફોટો પણ સામે આવ્યો છે.
એક તરફ શહેરમાં ગુનાખોરીને ડામવા માટે સતત પ્રશ્નો થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ નિર્દોષને શિકાર બનાવાતા પોલીસ પર લોકોનો રોષ ભભૂકી રહ્યો છે. હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ જવાબદાર પોલીસકર્મીઓ ક્યારે પગલાં ભરશે તે અંગે પણ સવાલ થઈ રહ્યા છે.
મળતી વિગતો પ્રમાણે શહેરના નારોલ વિસ્તારમાં બાઈક પર બેઠેલા યુવકને પોલીસકર્મીઓએ કશું કહ્યા વગર મારવાનું શરુ કરી દીધું હતું. યુવકના બરડા પર સોળ પડી ગયા હતા.
રિપોર્ટ્સ મુજબ નારોલના નંદનવન હાઈટ્સમાં રહેતા મંથન કટારીયા નામનો યુવક ફ્લેટની નીચે જાહેર રોડ પર રાત્રીના સમયે બાઈક પર બેઠો હતો, આ દરમિયાન પોલીસના ૧૦ જેટલા કર્મીઓ આવ્યા અને યુવકને કશું કહ્યા વગર માર મારવાનું શરુ કરી દીધું હતું.
લાકડી અને દંડાથી યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ યુવકને એટલો માર મારવામાં આવ્યો હતો કે તેની પીઠ પર સોળ પડી ગયા હતા અને આખો બરડો લાલચોળ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી રહી છે કે મંથન જે જગ્યા પર બેઠો હતો ત્યાં અગાઉ મારામારીની ઘટના બનની હતી, જેથી પોલીસે યુવકને શંકામાં રાખીને માર માર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ વીડિયોમાં યુવકને પોલીસ માર મારતી દેખાઈ રહી છે. હવે આ મામલે ઝડપથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. મંથન પોલીસના મારથી એટલો ગભરાઈ ગયો છે કે તે પોતાના ઘરમાંથી બહાર નીકળતા ગભરાઈ રહ્યો છે. આ સાથે આસપાસના વિસ્તારોમાં પણ લોકોમાં પોલીસનો ભારે ભય જાેવા મળી રહ્યો છે.SS1MS