Western Times News

Gujarati News

બાઈક રસ્તા વચ્ચે આખલા સાથે ટકરાઈ જતા એકનું મોત

ફતેહાબાદ, હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના સિરસા રોડ પર બર્થડે પાર્ટી ઉજવવા જઈ રહેલા ૪ દોસ્તીની ૨ મોટરસાઇકલની રસ્તા વચ્ચે બેઠેલા એક આખલા સાથે ટક્કર થઈ ગઈ. દુર્ઘટનામાં બાઇક સવાર એક યુવકનું મોત થયું જ્યારે જેનો જન્મદિવસ હતો તે યુવકની સાથે ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને ફતેહાબાદના સિવિલ હાૅસ્પિટલમાં પ્રાથમિક ઉપચાર બાદ ગંભીર ઈજાને કારણે અગ્રોહા મેડિકલ રેફર કરવામાં આવ્યા છે.

ઘટના વિશે જાણકારી આપતાં શહેર પોલીસ સ્ટેશનના પ્રભારી યાદવિંદર સિંહે જણાવ્યું કે, ગત મોડી રાત્રે ૬ દોસ્ત ત્રણ મોટરસાઇકલ પર સવાર થઈને બર્થડે પાર્ટી ઉજવવા જઈ રહ્યા હતા. રાહુલ અને બર્થડે બોય ગગન સહિત ૪ દોસ્તની ૨ બાઇક અચાનક રસ્તા પર એક આખલા સાથે ટકરાઈ ગઈ.

દુર્ઘટનામાં ૨ બાઇક પર સવાર દોસ્ત ગંભીર રીતે ઘાયલ થઇ ગા જેમાંથી એક યુવક રાહુલનું હાૅસ્પિટલમાં મોત થયું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહ પરિજનોને સોંપી દેવામાં આવ્યો છે, જ્યારે ઘાયલોની અગ્રોહા મેડિકલમાં સારવાર ચાલી રહી છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

પોલીસ પ્રભારી અનુસાર ગગન નામના યુવકનો જન્મદિવસ હતો અને હજુ ૬ દોસ્ત બર્થડે પાર્ટી ઉજવવા માટે સિરસા રોડ પર સિદ્ધૂ ઢાબાથી પાલી હોટલ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં બે બાઇકની આખલા સાથે ટક્કર થયા બાદ ચાર દોસ્ત દુર્ઘટનાનો શિકાર બન્યા. મૃતક રાહુલ ગ્રુપમાં ૬ મહિના પહેલા જ ગ્રાહક કોર્ટમાં સફાઈ કર્મચારી તરીકે નોકરીએ લાગ્યો હતો. મૃતકના ભાઈએ જણાવ્યું કે, તેમને જાણવા મળ્યું હતું કે જે દોસ્તની ખુશીમાં સામેલ થવા માટે તેમનો ભાઈ જઈ રહ્યો છે તે કદાચ જ પરત આવશે નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.