બાઈડેન સામે જિનપિંગ સાવ શાંત બેઠેલા જોવા મળ્યા
વોશિંગ્ટન, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન બંને દેશોના પ્રમુખોએ સોમવારે વર્ચ્યુઅલ મીટિંગ કરી. જેમાં વિભિન્ન મુદ્દાઓ પર વાતચીત થઈ. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને જ્યાં કહ્યું કે યુએસ-ચીને સંઘર્ષ રોકવા માટે પગલાં લેવાની જરૂર છે ત્યાં ચાઈનીઝ પ્રેસિડેન્ટ શી જિનપિંગે બંને દેશો વચ્ચે સંચાર મજબૂત કરવા પર ભાર મૂક્યો.
અત્રે જણાવવાનું કે અમેરિકા અને ચીન વચ્ચે તાઈવાન સહિત અનેક મુદ્દાઓ પર તણાવ ચાલી રહ્યો છે. ખાસ કરીને તાઈવાન મુદ્દે બંને હંમેશા આમને સામને આવી જાય છે. આથી આ બેઠકને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં બંને દેશ પરસ્પર સંઘર્ષ ઓછો કરવા પર ભાર મૂકતા જાેવા મળ્યા.
અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને કહ્યું કે આપણે સંઘર્ષથી બચવાની કોશિશ કરવી જાેઈએ. બેઠકની શરૂઆતમાં તેમણે કહ્યું કે તેમને આશા છે કે બે સૌથી મોટી અર્થવ્યવસ્થાના નેતાઓ વચ્ચે સ્પષ્ટ અને ખુલ્લી ચર્ચા થશે. નોંધનીય છે કે જાન્યુઆરીમાં બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી.
હકીકતમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોરોના મહામારીનો હવાલો આપતા દેશ છોડવાનો ઈન્કાર કર્યો હતો. આવામાં ઓનલાઈન વીડિયો બેઠક સિવાય કોઈ બીજાે વિકલ્પ ન હતો. બેઠકમાં જિનપિંગે કહ્યું કે ચીન અને અમેરિકાએ સંચાર, સહયોગ મજબૂત કરીને ભેગા મળીને પડકારોનો સામનો કરવો જાેઈએ.
તેમણે ઈશારા ઈશારામાં તાઈવાનના મુદ્દે યુએસને હસ્તક્ષેપથી બચવાની સલાહ આપતા કહ્યું કે આપણે તાઈવાન અને અન્ય ફ્લેશપોઈન્ટ મુદ્દાઓ પર ચાલી રહેલા તણાવ વચ્ચે કમ્યુનિકેશન પર ભાર મૂકવું જાેઈએ અને મળીને સમસ્યાઓનો ઉકેલ લાવવો જાેઈએ.
બેઠક દરમિયાન જિનપિંગે બાઈડેનને પોતાના મિત્ર ગણાવતા કહ્યું કે તેઓ અમેરિકા સાથે કામ કરવા માટે તૈયાર છે. સામાન્ય રીતે આક્રમક કાર્યશૈલી અપનાવનારા શી જિનપિંગ આ બેઠક દરમિયાન શાંત જાેવા મળ્યા અને સંઘર્ષની જગ્યાએ શાંતિની વાતો કરતા રહ્યા. તેમણે આગળ કહ્યું કે, ચીન હવે અમરિકા સાથે વ્યાપક ચર્ચા માટે તત્પર છે.
બંને દેશોએ એકબીજાનું સન્માન કરવું જાેઈએ. હું રાષ્ટ્રપતિ બાઈડેનની સાથે ઊભો છું. જિનપિંગે એમ પણ કહ્યું કે આપણે વૈશ્વિક શાંતિ માટે કામ કરવું જાેઈએ. અમેરિકા અને ચીન વચ્ચે એક મજબૂત સંબંધ સ્થાપિત થાય તેની જરૂર છે.SSS