Western Times News

Gujarati News

બાકરોલ GIDCના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

File Photo

 

કટીંગ વખતે જ પોલીસ ત્રાટકતા ભારે નાસભાગ : વિદેશી દારૂના જથ્થા સાથે રૂ.૩૮ લાખનો મુદ્દામાલ કબજેઃ ઝડપાયેલા યુવકો અમદાવાદના બાપુનગર, સરદારનગર, ઘાટલોડીયા  વિસ્તારના રહેવાસી

(પ્રતિનિધિ) અમદાવાદ : બહારના રાજયોમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો લાવી અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારના બુટલેગરોને આપવાના નેટવર્કનો કણભા પોલીસે પર્દાફાશ કર્યો છે બાકરોલની સીમમાં આવેલ જીઆઈડીસીના એક ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનું કટીંગ ચાલતુ હતુ તે વખતે જ પોલીસે છાપો મારતાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

જાેકે પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લઈ વિદેશી દારૂના જથ્થા સાથે રૂ.૩૮ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પાંચ શખ્સોની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે નીકોલ ખાતે રહેતા પ્રદીપ રાજપૂત નામના બુટલેગરે કણભા પોલીસ સ્ટેશનની હદમાં બાકરોલ ગામની સીમમાં જીઆઈડીસી ખાતે આવેલ શ્રીનાથજી એસ્ટેટમાં એક ગોડાઉન ભાડે રાખ્યુ હતું અને આ ગોડાઉનમાં પ્રદીપ રાજપૂત વિદેશી દારૂના જથ્થાનો સંગ્રહ કરતો હતો.

પ્રદીપ રાજપૂત તેના મળતીયા મારફતે રાજસ્થાન, હરીયાણા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો જંગી જથ્થો મંગાવી ઉપરોકત ગોડાઉનમાં સંગ્રહ કરી પોતાના નકકી કરેલા શહેરના જુદા જુદા વિસ્તારના બુટલેગરોને પહોંચાડતો હતો.


શહેરના જુદા જુદા વિસ્તારના બુટલેગરો નાના વાહનોમાં દારૂની ડીલીવરી મેળવતા હતા ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાના સુમારે બાકરોલ જીઆઈડીસીમાં આવેલા શ્રીનાથજી ઈન્ટરનીયલ આવેલા આ ગોડાઉનમાં સંગ્રહાયેલા વિદેશી દારૂના જથ્થાનું કટીંગ કરવાનું કામકાજ શરૂ થયું હતું.

આ અંગે સ્થાનિક પોલીસને ગૃપ્ત બાતમી મળતા પોલીસના કાફલાએ ઉપરોકત સ્થળે પહોચી જઈ ઘેરો ઘાલતા દારૂની ડીલીવરી માટે આવેલા શખ્સોએ પોલીસની ચુંગાલમાંથી છટકવા ભારે નાસભાગ કરી મુકી હતી જાકે પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લઈ મુખ્ય સુત્રધાર પ્રદીપ રાજપૂત સહિત મુકેશ રહે. બાપુનગર, વિવેક યાદવ રહે. સરદારનગર હરીશ ચૌધરી રહે. ઘાટલોડીયા અને જયેશ રાજપૂત રહે. બાપુનગરને ઝડપી લીધા હતા જયારે દારૂની ડીલીવરી લેવા આવેલા કેટલાક શખ્સો પોલીસને થાપ આપી ભાગી છુટયા હતા.

પોલીસે ર૧ નંબરના ગોડાઉનની જડતી કરતા ગોડાઉનમાંથી વિદેશી દારૂની બોટલો ભરેલ ૪૩૦ પેટીઓ મળી આવી હતી જેની કિંમત આશરે રૂ.ર૦ લાખ જેટલી થા યછે પોલીસે આ ઉપરાંત ત્રણ કાર, પાંચ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩૮ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.