બાકીદારોની મિલ્કતો સિલ કરવાની કાર્યવાહીમાં દેવ રેસીડેન્સીની ૪૫ પ્રોપર્ટી સીલ
વિશ્વાસ સીટી-પ, વિશ્વાસ સીટી-૬, શુકન એસ્ટેટ, યુરેકા ઈન્ફાકોન, શુકન પ્લેટીનમ, દેવ રેસીડેન્સીની ૪૫ મિલ્કતો, તથા જગતપુરના પ્રહલાદ પાર્ક, સમ્યફ ગેલેક્સી, ક્રિષ્ના હાઈટ્સ, વૃંદાવન હાઇટ્સ, સેરેનીટી સ્પેસ, પ્રાર્થના લેવીશ, ગણેશ પરીસરની ૨૩ મિલ્કતો સીલ
પ્રોપર્ટી ટેક્ષ નહી ભરનાર જુના ટેક્ષ ડિફોલ્ટરો સામે મિલ્કતવેરો ભરાવવા ઉત્તર પશ્ચિમ ઝોન ટેક્ષ ખાતાએ શરૂ કરી સીલીંગ કાર્યવાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તથા સરકારશ્રી તરફથી પ્રોપર્ટી ટેક્ષમાં ૧૦% એડવાન્સ રિબેટ, બંધ મિલ્કતોને ટેક્ષ રાહત સાથે આત્મનિર્ભર ડિસ્કાઉન્ટ તથા જુના-નવા ટેક્ષમાં વ્યાજ માફી સ્કીમો વિ. રાહત અને પ્રોત્સાહનો કરદાતાની સવલત અને રાહત હેતુ જાહેર કરાયેલ છે.
તેમ છતાં મિલ્કતવેરો નહીં ભરનાર ડિફોલ્ટરો સામે જુના કરવેરા વસુલવા આવા રીઢા બાકીદારોની મિલ્કતો સિલ કરવાની કાર્યવાહી ઉત્તર પશ્ચિમ ઝોન ટેક્ષ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ ઝુંબેશ પૈકી તા. ૧૭/૦૩/૨૦૨૧, બુધવારના રોજ કુલ ૭૯ મિલ્કતો સીલ કરવામાં આવેલ છે.
જે પૈકી ઓગણજના વિવાહ/ આગમન/ પાર્થ/ ઉપવન પાર્ટી પ્લોટ, અનમોલ/ ગોપી/ ખોડીયાર ફાર્મ, શક્તિ હોટલની ૧૧ મિલ્કતો, તથા ગોતાના ક્રિષ્ના ફાર્મ, ખોડીયાર એસ્ટેટ, અંબાલાલ એસ્ટેટ, વિશ્વાસ સીટી-પ, વિશ્વાસ સીટી-૬, શુકન એસ્ટેટ, યુરેકા ઈન્ફાકોન, શુકન પ્લેટીનમ, દેવ રેસીડેન્સીની ૪૫ મિલ્કતો, તથા જગતપુરના પ્રહલાદ પાર્ક, સમ્યફ ગેલેક્સી, ક્રિષ્ના હાઈટ્સ, વૃંદાવન હાઇટ્સ, સેરેનીટી સ્પેસ, પ્રાર્થના લેવીશ, ગણેશ પરીસરની ૨૩ મિલ્કતો સીલ કરવામાં આવેલ છે.
મ્યુનિસિપલ ટેક્ષ નોટિસો કે ચેતવણીઓ પ્રત્યે બિનગંભીર ડિફોલ્ટરો સામે જરૂર પડ્યે આવી નિયમ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવનાર હોઈ, આવા ડિફોલ્ટરોને તાત્કાલીક મિલ્કત વેરો ભરવા બાબતે તાકીદ કરવામાં આવેલ છે તથા આવનાર દિવસોમાં પણ મિલ્કતવેરાની વસુલાતની તથા સીલીંગ કરવાની કામગીરીને વધુ સઘન ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવશે. સદર ટેક્ષ ડિફોલ્ટરોની માહિતી ડે.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટરશ્રી, ઉત્તર પશ્ચિમ ઝોનની કચેરીએથી મેળવી શકાશે.