બાકીની ટીમો કરતા વહેલા UAE પહોંચશે CSK
કોરોના વાયરસને કારણે સ્થગિત થયેલી આખરે ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ત્રણ વખતની ચેમ્પિયન અને ગત સીઝનની રનર્સ-અપ ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ પોતાની તૈયારીઓમાં કોઈ કસર બાકી રાખવા માગતી નથી. જાણવા મળી રહ્યું છે કે, ટીમના કેપ્ટન સ્જી ધોની અને તેના ખેલાડીઓ બાકી ટીમો કરતા વહેલા પહોંચી જશે, જેથી ખેલાડીઓ વાતાવરણ સાથે હળીભળી જાય અને લાંબા સમયથી બ્રેક પર રહેલા ખેલાડીઓ તનતોડ પ્રેક્ટિસ કરી શકે.
ધોની એન્ડ કંપની ઑગસ્ટના બીજા સપ્તાહમાં પહોંચી જશે, જ્યારે લીગની બાકીની સાત ફ્રેન્ચાઈઝી ઑગસ્ટના ત્રીજા સપ્તાહમાં એન્ટ્રી કરશે. ઝ્રજીદ્ભ ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે, તેના ખેલાડીઓ કોવિડ-૧૯ મહામારીને કારણે લાંબા સમયથી ઘરે છે અને તેમને આટલા લાંબા બ્રેક બાદ ક્રિકેટ સાથે તાલમેલ બેસાડવા માટે થોડો સમય જાેઈશે.
આ ટીમમાં સૌથી વધુ ફોકસ સ્જી ધોની પર હશે. ધોની વર્લ્ડ કપ ૨૦૧૯ની સેમીફાઈનલ બાદથી જ ક્રિકેટના મેદાનથી દૂર છે. તે માર્ચમાં આ લીગની શરૂઆતની સાથે કમબેક કરવાનો હતો અને તેણે ત્યારે દ્વારા આયોજિત કેમ્પમાં પણ ભાગ લીધો હતો પણ કોરોનાને કારણે આ લીગને ત્યાકે સ્થગિત કરવી પડી હતી.
આ લીગની શરૂઆત અને ફાઈનલ બંનેની તારીખો ભલે ઘોષિત કરી દેવાઈ છે પણ અત્યાર સુધી ટૂર્નામેન્ટનું સમગ્ર શેડ્યૂલ સામે આવ્યું નથી અને એ પણ ખબર નથી કે, લીગની પ્રથમ મેચમાં કઈ બે ટીમોની ટક્કર થશે. જાેકે, એ વાતની સંપૂર્ણ શક્યતાઓ છે કે, આ વખતની ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રનર્સ-અપ ચેન્નઈ સુપરકિંગ્સની ટક્કરથી આ લીગની શરૂઆત થશે. ચેન્નઈ સુપરકિંગ્સની ટીમમાં ધોની ઉપરાંત સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા, હરભજન સિંહ, કેદાર જાધવ, પીયૂષ ચાવલા અને શાર્દૂલ ઠાકુર જેવા સ્ટાર ખેલાડીઓ છે.