બાગાયતદાર ખેડૂતોને યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ શરુ કરાયો
બાગાયતદાર ખેડૂતોએ વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર કરેલ ઓનલાઇન અરજી અને સાધનિક કાગળો જમા કરાવવાના રહેશે
રાજપીપલા,બાગાયતદાર ખેડૂતોએ વર્ષ-૨૦૨૨-૨૩ માટે સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂત બાગાયતદારોએ આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ નકલ અને જરૂરી
સાધનિક કાગળો સાથે દિન-૩ માં નર્મદા જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂ.નં.૨૧૪- ૨૧૬, બીજો માળ, જિલ્લા સેવા સદન, નર્મદા-રાજપીપલા ખાતે જમા કરવાની રહેશે.
વધુ માહિતી માટે આપના તાલુકાના બાગાયત અધિકારીશ્રી તથા નાયબ બાગાયત નિયામકશ્રી-નર્મદા ફોન નં.૦૨૬૪૦- ૨૨૧૮૮૯ ઉપર સંપર્ક સાધવો તેમજ વધુ યોજનાની માહિતી માટે આઇ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in વેબ સાઇટ પર જોવા નાયબ બાગાયત નિયામકશ્રી, નર્મદા-રાજપીપલા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.