બાગાયતી ખેડૂત માટે ફાર્મ મિકેનાઇઝેશન સોલ્યુશન CODE લોન્ચ થયું
સ્વરાજ ટ્રેક્ટર્સ બાગાયતી કૃષિને મિકેનાઇઝેશન માર્ગે અગ્રેસર કરશે
ઉદ્યોગમાં સૌપ્રથમ ડ્યુઅલ ગ્રાઉન્ડ ક્લીઅરન્સ અને બાય-ડાયરેક્શનલ ડ્રાઇવિંગ જેવી ખાસિયતો સાથે વિવિધતાસભર બહુ-ઉદ્દેશી રાઇડ-ઓન મશીન, ડિઝાઇન અને વજનમાં નાનું અને હળવું
મોહાલી, મહિન્દ્રા ગ્રૂપની કંપની સ્વરાજ ટ્રેક્ટર્સે આજે ભારતમાં બાગાયતી ખેતીમાં પરિવર્તન લાવવા માટે પરિવર્તનકારક નવું બહુઉદ્દેશી ફાર્મ મિકેનાઇઝેશન સોલ્યુશન CODE પ્રસ્તુત કર્યું હતું.
સ્વદેશી ડિઝાઇન ધરાવતું ફાર્મ મિકેનાઇઝેશન સોલ્યુશન CODE બાગાયતી કૃષિમાં સંકળાયેલી મજૂરીને દૂર કરવાના વિચાર સાથે વિકસાવવામાં આવ્યું છે. સૌથી સાંકડું અને વજનમાં હળવું રાઇડ-ઓન મશીન CODE ભારતમાં બાગાયતી ખેતીમાં પરિવર્તનનો પવન ફૂંકશે, જે ખેડૂતોને વિવિધ શાકભાજી અને ફળફળાદિના પાકો માટે સાંકડી હરોળમાં ઇન્ટર-કલ્ચર કામગીરી હાથ ધરવાની સુવિધા આપશે. ઉપરાંત આ મશીનની ટૂંકી ટર્નિંગ ત્રિજયા બાગાયતી પાક લેતા નાનાં ખેડૂતોમાં શ્રેષ્ઠ મેનુવરેબિલિટી પ્રદાન કરશે.
બાગાયતી સેગમેન્ટમાં CODE લોંચ કરવા પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરના પ્રેસિડન્ટ હેમંત સિક્કાએ કહ્યું હતું કે,
“છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતની કૃષિ જીડીપીમાં બાગાયતી ખેતીનો હિસ્સો વધવાની સાથે ઉત્પાદકતામાં વધારો કરવા આ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તાતી જરૂર છે.
સ્વરાજ દ્વારા CODE નવીન ફાર્મ મિકેનાઇઝેશન સોલ્યુશન છે, જે મહિન્દ્રા ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરના ‘ખેતીમાં પરિવર્તન લાવવા અને જીવનને સમૃદ્ધ કરવાના’ ઉદ્દેશ સાથે સુસંગત છે. CODE પ્રસ્તુત કરવાનો અમારો ઉદ્દેશ ખેડૂતોને વાજબી અને નવીન ટેકનોલોજી સરળતાપૂર્વક સુલભ પ્રદાન કરવાનો છે.”
આ નવા લોંચ વિશે સ્વરાજ ટ્રેક્ટર્સના સીઇઓ હરિશ ચવ્વાણે કહ્યું હતું કે, “આપણા દેશમાં બાગાયતી ખેતી મિકેનાઇઝેશન માટે મોટી તક ધરાવે છે. સ્વરાજ દ્વારા CODE ગ્રાહકોની જરૂરિયાતોનો અભ્યાસ કરીને અને બાગાયતી ખેતીમાં ખેડૂતોની જરૂરિયાતોનો વિચાર કરીને ખાસ વિકસાવવામાં આવેલું મશીન છે.
અત્યાર સુધી આ સેગમેન્ટમાં માનવીય અને પશુઓના શ્રમની બહુ જરૂર છે અને આ નવીન સોલ્યુશન આ સેગમેન્ટમાં મિકેનાઇઝેશન લાવવાની દિશામાં પથપ્રદર્શક પગલું છે.”
વિશિષ્ટ ક્ષમતાઓ સાથે CODEબાગાયતી ખેતી સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવામાં મદદ કરશે અને ‘ખેતી કી દુનિયા કા સબસે પેહલા યસ મશીન’ ગણાય છે, ત્યારે બાગાયતી ખેડૂતને ઉદ્યોગમાં કેટલાંક સૌપ્રથમ ફાયદા આપે છે. કેટલીક મુખ્ય ખાસિયતોમાં સામેલ છેઃ
ડ્યુઅલ ગ્રાઉન્ડ ક્લીઅરન્સ – પાકની ઊંચાઈ વધવાની સાથે મશીનનું ગ્રાઉન્ડ ક્લીઅરન્સ વધારી શકાશે, જેથી માનવીય કામગીરી પર નિર્ભરતામાં ઘટાડો થશે.
બાય-ડાયરેક્શનલ ડ્રાઇવિંગ – બાય-ડાયરેક્શનલ સુવિધા મશીનના આગળના ભાગમાં એટેચમેન્ટ્સ સાથે કામગીરી કરવા સક્ષમ બનાવશે, જે એને ડાંગરમાં લણણીની કામગીરી માટે અતિ સુવિધાજનક બનાવે છે.
CODE શરૂઆતમાં ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સ્વરાજની ડિલરશિપમાં પ્રસ્તુત થશે તથા ટૂંક સમયમાં તબક્કાવાર રીતે અન્ય તમામ રાજ્યોમાં પ્રસ્તુત થશે. આ પ્રોડક્ટ માલિકીના સરળ અનુભવ માટે સુનિશ્ચિત સર્વિસ સપોર્ટ પણ આપશે.