Western Times News

Gujarati News

બાગાયતી પાકોને અસર ગરમીની અસરઃ ચીકુનો ફાલ ખરવા લાગ્યો

નવસારી, નવસારી જિલ્લો બાગાયતી પાકો માટે પ્રખ્યાત છે. શેરડીની સાથે કેરી, લીંબુ તથા ચીકુનું ઉત્પાદન થાય છે. જોકે આ વખતે ગરમી સખત પડવાને લીધે ચીકુ અને લીંબુના પાકને માઠી અસર પડી છે નુકસાન થયું છે. માલ ઓછો પાકતા ભાવ આસમાને ગયા છે.

ખેડૂતો ચીકુનો પાક લઈને બે પાંદડે થયા છે અને રેલવે સ્ટેશનથી ચીકુ દિલ્હી પહોંચે તેવી વ્યવસ્થા પણ છે. જોકે એક મહિનાથી ગરમી વધી ગઈ હોવાથી પાકને નુકશાન છે. વધુ પડતી ગરમીને લીધે પાકમાં ખરણ વધી ગયું છે. ખરણવાળા ચીકુ અમલસાડ, બિલીમોરા, ચીખલી અને નવસારી માર્કેટમાં વેચાય રહ્યા છે. આવા ચીકુ ગરમીને લીધે ઝડપથી પાકી જતા હોવાથી ભાવ ઓછા મળે છે.

નાના કદના ચીકુ ર૦ કિલો દીઠ રૂ.૧૦૦-રપ૦માં વેચવા પડે છે. લીંબુમાં પણ આવી જ સ્થિતિ છે. એના ભાવ આસમાને પહોંચતા રૂ.૧૬૦-૧૮૦ થઈ ગયા છે. છૂટક લીંબુનો ભાવ એક નંગના રૂ.૧૦ થઈ ગયો છે. મહિના પહેલા લીંબુ રૂ.૭૦-૮૦માં વેચાતા હતા. નવસારીમાં મહારાષ્ટ્રના લીંબુ પણ આવે છે ત્યાં પણ ઉત્પાદન ઓછું છે. વેપારીઓ કહે છે, હજુ ભાવવધારો તોળાય રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.