બાગી-૩માં ટાઇગરની સાથે શ્રદ્ધા કપુર હશે: શુટિંગ શરૂ
મુંબઇ, ટાઇગર શ્રોફ હાલમાં પોતાની નવી ફિલ્મ બાગી-૩ને લઇને આશાવાદી છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપુરને લેવામાં આવી છે. ફિલ્મ એક્શનથી ભરપુર રહેનાર છે. ટાઇગર બાગી સિરિઝની તમામ ફિલ્મમાં જારદાર કામ કરી ચુક્યો છે. હવે ત્રીજા ભાગ પર શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. આશાસ્પદ સ્ટાર શ્રદ્ધા ટાઇગર શ્રોફની સાથે કામ કરવાને લઇને આશાવાદી છે.ટાઇગરે હિરોપંતિ ફિલ્મ મારફતે બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદથી બાગી-૩નો હિસ્સો બનવાને લઇને પુછવામાં આવતા શ્રદ્ધા કપુરે કહ્યુ હતુ કે તે આ અંગે કોઇ ટિપ્પણી કરવા માંગતી નથી. તેનુ કહેવુ છે કે આ પ્રશ્નનો જવાબ તે આપી શકે તેમ નથી.
જો કે તે ચોક્કસપણે ટાઇગરની સાથે ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સુક છે. તેનુ કહેવુ છે કે તે ટાઇગર પર ગર્વ અનુભવ કરે છે. તે દરેક ફિલ્મ સાથે નવી નવી ઉંચાઇ પર પહોંચી રહ્યો છે. ટાઇગરની છેલ્લે રિતિક રોશન સાથેની વોર ફિલ્મ આવી હતી. જે બોકસ ઓફિસ પર સૌથી મોટી અને સફળ ફિલ્મ તરીકે રહી છે. આ ફિલ્મ એક્શનથી ભરપુર ફિલ્મ હતી. બાગી-૨ ફિલ્મ હિટ રહ્યા બાદ હવે ત્રીજા ભાગ બનાવાશે.
ત્રીજા ભાગમાં પણ ભરપુર એક્શનને આવરી લેવામાં આવનાર છે. ત્રીજા ભાગ પર શુટિંગ શરૂ કરવામાં આવ્યા બાદ હવે માર્ચ સુધી તેને પૂર્ણ કરી લેવામાં આવનાર છે. માર્ચ મહિનામાં છઠ્ઠી તારીખના દિવસે ફિલ્મને રજૂ કરવામાં આવનાર છે. શ્રદ્ધા કપુર વિતેલા વર્ષોમાં પણ અનેક એક્શન ફિલ્મમાં કામ કરી ચુકી છે. જેમાં તેની પ્રભાસ સાથે સાહો ફિલ્મ સામેલ છે. આ ફિલ્મ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. હવે વધુ એક મોટી એક્શન ફિલ્મમાં તે કામ કરી રહી છે.