બાઘંબરી મઠના મહંત તરીકે બલવીર ગિરીની નિયુક્તી

પ્રયાગરાજ, અરબોની સંપત્તિ વાળા બાઘંબરી ગાદી મઠના મહંત નરેન્દ્ર ગિરિના શંકાસ્પદ મોતના વણઉકેલ્યા રહસ્યોની વચ્ચે મંગળવારે બલવીર ગિરિને તેમના ઉત્તરાધિકારી નિયુક્ત કરી દીધા છે. યુવા સંન્યાસી બલવીર નિરંજની અખાડેના ઉપ મહંત તરીકે અત્યાર સુધી હરિદ્વાર સ્થિત વિલ્કેશ્વર મહાદેવ મંદિરની જવાબદારી સંભાળી રહ્યા હતા.
મંગળવારે ષોડશી પૂજા બાદ દિવસના ૧૨ વાગ્યાથી બાઘંબરી ગાદી મઠમાં નવા મહંત તરીકે બલવીર ગિરિની મહંતાઈ ચાદર વિધિની રસમ અદા કરવામાં આવી હતી.
ચાદર વિધિમાં નિરંજની અખાડના આચાર્ય મહામંડલેશ્વર કૈલાશાનંદ બ્રહ્મચારી સિવાય પંચ પરમેશ્વર સહિત કેટલાક મહામંડલેશ્વર અને મહંત હાજર હતા. તિલક લગાવીને ચાદર ઓઢાડીને રસમ અદા કરવામાં આવી હતી. આ સમારોહના સાક્ષી સમગ્ર દેશમાંથી આવેલા સંત-મહંત બન્યા.SSS