બાઝિગરના ૨૮ વર્ષ પુરા થતા શિલ્પાએ આભાર માન્યો
મુંબઈ, શાહરુખ ખાન, કાજાેલ અને શિલ્પા શેટ્ટી સ્ટારર ફિલ્મ ‘બાઝિગર’ના આજે રિલીઝ થયે ૨૮ વર્ષ પૂરા થયા છે. વર્ષ ૧૯૯૩ની ૧૨મી નવેમ્બરે ફિલ્મ ‘બાઝિગર’ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. ગુજરાતી ફિલ્મમેકર અબ્બાસ-મુસ્તાને ડિરેક્ટ કરેલી ‘બાઝિગર’ સુપરહિટ રહી હતી અને તેના ગીતો પણ સુપરહિટ થયા હતા.
રોમેન્ટિક થ્રિલર ફિલ્મ ‘બાઝિગર’માં શાહરુખ ખાનની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી જ્યારે શિલ્પા શેટ્ટીએ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. શાહરુખ ખાન અને કાજાેલ સૌપ્રથમ વખત સ્ક્રીન પર એકસાથે જાેવા મળ્યા હતા.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, બાઝિગર માટે શાહરુખ ખાન પહેલી પસંદગી નહોતો! સૌપ્રથમ સલમાન ખાનનો ‘બાઝિગર’માં એક્ટિંગ કરવા માટે સંપર્ક કરાયો હતો પણ તેણે ના પાડી દીધી હતી. ત્યારબાદ અનિલ કપૂર અને અક્ષય કુમારનો સંપર્ક કરાયો હતો પરંતુ તેમણે પણ ‘બાઝિગર’નો લીડ રોલ નકારી દીધો હતો.
આખરે ‘બાઝિગર’ના લીડ રોલ માટે શાહરુખ ખાનની પસંદગી કરાઈ હતી. અનુ મલિકે ‘બાઝિગર’માં મ્યુઝિક આપ્યું હતું જે ખૂબ સુપરહિટ રહ્યું હતું. ત્યારે હવે બાઝિગરના ૨૮ વર્ષ પૂરા થતા એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક નાનકડો વિડીયો શેર કર્યો છે.
આ વિડીયો શેર કરતા શિલ્પા શેટ્ટીએ લખ્યું કે ‘આભાર. તમારા પ્રેમ, સપોર્ટ, પ્રોત્સાહન, પ્રાર્થના અને આશીર્વાદ બદલ આભાર. ‘બાઝિગર’ના ૨૮ વર્ષ થઈ ગયા, હજુ પણ વિશ્વાસ નથી થતો. અભિનંદન ટીમ બાઝિગર. અહીં નોંધનીય છે કે બાઝિગર ફિલ્મ સુપરહિટ રહી હતી. તે ૧૯૯૩ની સૌથી હિટ ફિલ્મોમાં ચોથા નંબરે હતી.
રિપોર્ટ મુજબ, ભારતમાં ‘બાઝિગર’નું કલેક્શન ૭.૭૫ કરોડ અને કુલ કલેક્શન ૧૪ કરોડ હતું. જે અત્યારના સમય મુજબ આશરે ૨૫૦ કરોડ આસપાસ થાય છે! ‘બાઝિગર’ માટે શાહરુખ ખાનને બેસ્ટ એક્ટર, અનુ મલિકને બેસ્ટ સંગીતકાર, કુમાર સાનુને યે કાલી કાલી આંખે ગીત માટે બેસ્ટ સિંગર જ્યારે રોબિન ભટ્ટ, જાવેદ સિદ્દિકી, આકાશ ખુરાનાને બેસ્ટ સ્ક્રીનપ્લેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.SSS