બાટલા હાઉસ ઃ કોંગ્રેસ આતંકવાદનું સમર્થન કરે છે : રવિશંકર પ્રસાદ
નવીદિલ્હી: બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં સોમવારે આવેલા કોર્ટ કેસના ર્નિણય પછી ભાજપે વિપક્ષ પર સવાલ ઉભા કર્યા છે. મંગળવારે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર હુમલો કર્યો છે. તેમણે સવાલ કર્યો હતો કે, હવે જ્યારે આરિજ ખાન દોષિત સાબીત થઈ ગયો છે ત્યારે સોનિયા ગાંધી આંસુ વહાવી રહ્યા છે કે નહીં?
રવિશંકર પ્રસાદે કહ્યું કે, બાટલા હાઉસની ઘટનામાં દિલ્હી પોલીસના ઘણાં લોકોએ અમારો પરોક્ષ રીતે સંપર્ક કર્યો અને અમને કહ્યું કે, અમને બચાવો. તમે સલમાન ખુરશીદનું નિવેદન સાંભળ્યું હશે કે, બે આતંકી મરી જતા સોનિયા ગાંધીના આંખોમાં આંસુ આવી ગયા હતા. હવે સાબીત થઈ ગયું છે કે, કોંગ્રેસ આતંકીઓનું સમર્થન કરે છે. આ વોટબેન્કની રાજનીતિ કરવામાં આવી રહી છે. મે કહ્યું હતું- સોનિયાજી તમને સવાલ કરવા માંગુ છું કે, દિગ્વિજયજી સેનાના ઓફિસરોને અશોક ચક્ર આપવા મુદ્દે આઝમગઢમાં કેમ સવાલ ઉભા કરી રહ્યા છે.
પ્રસાદે કહ્યું કે, ઘટનાના વિરોધમાં કેજરીવાલ પણ સામેલ છે. તેમણે તપાસ માટે માંગણી કરી હતી. આ બધુ વોટ બેન્ક માટે થઈ રહ્યું છે. આજે જ્યારે દેશની ન્યાયિક પ્રક્રિયાથી એક મોટા આતંકીને ૧૦૦થી વધારે સાક્ષી, સાઈન્ટિફિક એવિડન્સ, મેડિકલ એવિડન્સના આધાર પર સજા મળે છે, તો શું આ દરેક પાર્ટી દેશની જનતાની સામે માફી માંગશે? કેજરીવાલને પુછીશ કે શું આપણે આતંકવાદ મુદ્દે એક સ્વરમાં ના બોલી શકીએ.
તેમણે કહ્યું કે, શું આ સ્તય વાત નથી કે, દેશમાં આતંકવાદના મૂળીયા ખૂબ ઉંડા ઉતર્યા છે? તે સીમા પારના છે. તે સમયે આને ફેક એન્કાઉન્ટર ગણાવવા માટે કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું. આજે હવે જ્યારે કોર્ટનો ર્નિણય આવી ગયો છે ત્યારે પૂરી તપાસ પછીનું સત્ય જનતા સામે આવવું જાેઈએ.
૨૦૦૮માં દિલ્હીમાં સીરિયલ બ્લાસ્ટ થયા હતા. તેમાં ૩૯ લોકોના મોત થયા હતા અને ૧૫૯ લોકો ઘાયલ થયા હતા. બાટલા હાઉસમાં પોલીસ કાર્યવાહીમાં ૨ આતંકી ઠાર કરાયા હતા અને એક પોલીસ ઈન્સપેક્ટર શહીદ થયા હતા.