બાટવા શહેરમાં કોરોના વેકસીનેશના ડોઝ ખુટી જતા લોકોને ધરમના ધક્કા થયા
કોરોના વેક્સિન અંગે ગુજરાત સરકારની ગાઇડ લાઇન મુજબ ચાલુ માસની તા. ર થી ૮ તારીખ સુધી ધારાસભા તેમજ લોકસભાની ચૂંટણી નાં બુથો પર કોરાના વેક્સિન આવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જે મુજબ બાંટવા નગરપાલિકા વિસ્તારમાં કાલે તા.૨ નાં રોજ રાજપુત પરા પ્રાથમિક શાળા ખાતે વેક્સિનનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ૧૬૦ થી વધુ યાદી તથા ૨૦૦ થી પણ વધુ લોકો વેક્સિન માટે આવેલા
પરંતુ વેક્સિન ડોઝ માત્ર ૫૦ બાંટવા આરોગ્ય કેન્દ્ર પાસે હોવાથી લોકોને પાછાં જવું પડેલ આ વાત થય એક બુથની હજુ દશ બુથમા આ કાર્યક્રમ યોજાવાનો છે દર બુથ ઉપર આવીજ રીતે પુરતા ડોઝ નાં હોવાનાં કારણે અવ્યવસ્થા સર્જાશે તથા લોકો ને ધક્કા ખાવા પડશે વધુમાં અમુક વોર્ડના લોકોને દોઢથી બે કિલોમીટર તેઓનું બુથ કેન્દ્ર ( વેક્સિન કેન્દ્ર) હોવાથી તથા અપુરતા ડોઝ હોવાથી લોકોને પાછાં જવું પડે છે આમ દરેક વોર્ડમાં આંગણવાડી હોય ત્યાં આ વેક્સિન આપવામાં આવે તો લોકોને દુર પણ ન પડે અને વેક્સિન કાર્યક્રમ સફળ થાય જે અંગે બાંટવા શહેર કોંગ્રેસ પ્રમુખ તથા નગરપાલિકા વોર્ડ નં ૨ નાં ચુંટાયેલા સભ્ય તથા વિરોધ પક્ષના નેતા અરવિંદભાઈ જુણાજીભાઇ રાઠોડ દ્વારા જુનાગઢ જિલ્લાના આરોગ્ય અધિકારી ને ઇમેઇલ દ્વારા અરજી કરી માંગણી કરી છે