બાટાએ કાર્તિક આર્યનને નવો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો
નવી દિલ્હીઃ ફૂટવેરમાં અગ્રણી બાટા ઇન્ડિયા લિમિટેડએ બોલીવૂડના અભિનેતા કાર્તિક આર્યનને કંપનીનો નવો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હોવાની જાહેરાત કરી છે. બાટાની ફેશન-ફોરવર્ડને આગળ વધારવા કાર્તિક બાટા અમ્બ્રેલા હેઠળ બ્રાન્ડને વધારે લોકપ્રિય બનાવશે.
અત્યારે યુવા અભિનેતા ઉદ્યોગમાં સૌથી વધુ લોકપ્રિય અને માગ ધરાવતા કલાકારોમાં સ્થાન ધરાવે છે. કાર્તિક ફેશનની શ્રેષ્ઠ સમજણ ધરાવે છે અને ટ્રેન્ડ-સેટર ગણાય છે. યૂથ આઇકોન તરીકે પ્રસિદ્ધ કાર્તિકે ટૂંકા ગાળામાં મોટી સંખ્યામાં પ્રશંસકો ઊભા કર્યા છે.
આ જોડાણનો પ્રારંભ બાટાના નવા અભિયાનની શરૂઆત સાથે થશે. કાર્તિક ટેલીવિઝન, ડિજિટલ અને અન્ય માધ્યમોમાં જાહેરાતોમાં જોવા મળશે.
બાટા ઇન્ડિયા લિમિટેડના વીપી-માર્કેટિંગ શ્રી આનંદ નારંગે કહ્યું હતું કે, “અમને અમારા નવા એમ્બેસેડર તરીકે કાર્તિક આર્યનને બોર્ડ પર લેવાની ખુશી છે. બાટામાં અમે અમારા સ્ટોરને વધારે આકર્ષક બનાવીને બ્રાન્ડનું પરિવર્તન કર્યું છે અને અમારો પોર્ટફોલિયો વધારે કેઝ્યુઅલ્સ, સ્નીકર અને ફેશન સ્ટાઇલમાં પરિવર્તિત કર્યો છે, જેથી વધુને વધુ મિલેનિયલ્સને આકર્ષી શકાય.
પોઝિટિવ એનર્જી અને સરળ અભિગમ સાથે કાર્તિક આજની યુવા પેઢીમાં સારી અપીલ ધરાવે છે. કાર્તિક સાથે અમારું જોડાણ અમને યુવા પેઢી વચ્ચે અમારી બ્રાન્ડને વધુ મજબૂત કરવામાં મદદ મળશે અને બાટા રિબેલ લેબલ, નોર્થ સ્ટાર, પાવર અને હશ પપ્પીઝ જેવી અમારી નવી બ્રાન્ડની અપીલ વધારશે”
બાટા ઇન્ડિયા સાથે જોડાણ પર કાર્તિક આર્યને કહ્યું હતું કે, “नेममनेमनमकततમને બાટા જેવી આઇકોનિક બ્રાન્ડ સાથે જોડાણ કરવાની ખુશી છે. એક બાળક દરેક મને યાદ છે કે, દરેક માટે ફૂટવેર માટે બાટા પહેલી પસંદ હતી અને હજુ પણ બ્રાન્ડ એવી જ અસર ધરાવે છે. બ્રાન્ડ હંમેશા ટ્રેન્ડી રહી છે અને સમય સાથે પ્રસ્તુતતા જાળવી રાખી છે. હું બાટા જે રીતે યુવાકેન્દ્રિત, ફેશન-ફોરવર્ડ બ્રાન્ડ બની એ જોઈને પ્રભાવિત થયો છું. હું બાટા સાથે જોડાણ કરીને અને સંયુક્તપણે કશું અલગ કરીને રોમાંચિત છું.”