“બા”નુ ઘર વૃધ્ધાશ્રમે કરી હોળીની સાચી સેવાકીય ઉજવણી
સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળ-ગુજરાત સંચાલિત “બા”નુ નિરાધાર મહિલા વ્રુધાશ્રમ દ્વારા હોળી ઉત્સવ ૨૦૨૧ની સાંપ્રત સમયની વકરેલી મહામારીની વિકટ પરિસ્થિતિમાં અમોએ અમારા “બા નું ઘર” વૃધ્ધાશ્રમ ખાતે દરવર્ષની જેમ પરંપરાગત રીતે મેઘધનુષી રંગોના ઉપયોગ સાથે ઉજવાતા પર્વ ને બદલે ફ્કત કેસૂડો અને ગુલાબ ના ફૂલ વડે ભગવાન સાથે આશ્રમની માતાઓની હાજરીમાં ખૂબ ભાવપૂર્વક હોળીના સુંદર પદો, ગરબા સાથે ટીલક હોળી ઉજવી હતી.
જેમાં સંસ્થાના ચેરમેન મુકેશભાઇ મેરજા, પ્રમુખ ગીતાબેન પટેલ તેમજ સભ્યોએ હોળીમાં પોતાના માટે ખર્ચ ન કરીને હોળીની સેવાકીય ઉજવણી કરી સમાજા માટે પ્રેરણારૂપ કાર્ય કરી આ ત્યોહારે કે જે દૃષ્ટ તત્વો પર સત્યના વિજયના આ પર્વ ની જેમ ભગવાન સર્વસત્તાધીશ ફરી એકવાર આ કોરોના મહામારીનો નાશ કરી આપણામાં શ્રધ્ધા અને નિર્ભયતા પ્રસરાવે એવી અંત: કરણ પૂર્વક પ્રાર્થનાં કરી હતી અને આ પ્રિય તહેવારને નામચીન દુષ્ટ કોરોનાને લીધે નજર લાગી છે,
તેમ છતાં આ વર્ષની હોળીપર્વનો રંગોત્સવ આપણા સહુના જીવનમાં પરમકૃપાળુ પરમાત્મા ની કૃપાથી ખૂટતા બધા રંગો ભરીને મેઘધનુષી રંગોનો ઉલ્લાસ ભરીદે તેવી પ્રાર્થના સાથે સર્વેને આ રંગોત્સવની સપ્તરંગી વધાઈ આપી હતી, સંસ્થાના મહામત્રી વિભાબેન મેરજા દ્વારા વૃધ્ધાશ્રમમાં સ્વીટ સાથે ભોજન આપવામાં આવ્યું હતું સાથે સર્વોને અપીલ કરી હતી કે આ કોરોના હિરણ્યકશ્યપ જેવો થઈ ગયો છે,
આ કોરોના વાયરસ કહે છે, કે ન તો પાણીમાં મરું , ન જમીનમાં મરું, ન તો આકાશમાં મરું, ન નરકમાં મરું, ન તો અંદર મરું, ન બહાર મરું, ન તો માણસ થી મરું, કે ન પ્રાણીથી મરું, ન તો હું રાક્ષસોથી મરીશ, ન દેવતાઓથી મરીશ, ન તો દિવસે મરીશ, કે ના રાતે મરીશ, ન તો હું શસ્ત્રોથી મરીશ, ન શાસ્ત્રોથી મરીશ, મરીશ તો માત્ર માસ્ક, સેનીટાઇઝર અને સામાજિક અંતરથી જ તો આપ સર્વો મહેરબાની કરી માસ્ક, સેનીટાઈઝારનો ઉપયોગ કરો અને સોસીયલ ડિસ્ટન્સ જાળવો…
માનવ કલ્યાણ મંડળમાં સતત 18 વર્ષથી આવી સેવાઑ ચાલી રહી છે. કોરોના ના કરણે સોસીયલ ડિસ્ટન્સ જળવાઇ રહે સાથે આ કોરોના મહામારી ના આર્થિક અતી ખરાબ પરિસ્થિતિમા મુકાઇ ગયેલ લોકો સારી રીતે હોળી ઉજવી સકે તેથી આ વર્ષે દરેક જરુરીયાતમંદોના ધેર ધેર જઇ હોળીની વિષિષ્ટ ઉજવણીના ભાગ રૂપે 180 કીટનું વિતરણ કરવામા આવ્યૂ.
આ કીટમા N-95 માસ્ક, સેનીટાઈઝર, ઇલેક્ટ્રીક સ્ટીમ મસીન, કપુર, ખજૂર, ડાળીયા, ટોપરૂ, ધાણી, ચા, ખાંડ, તેલ, ગોળ, લોટ, કઠોળ, ચોખા, ખીચડી, સાબુ, સેમ્પુ, થઈ 12 કીલોની કીટ બનાવવામા આવી હતી.
આ સેવા સંસ્થાના ચેરમેન-મુકેશભાઈ મેરજા, પ્રમુખ-ગીતાબેન પટેલ, મહામંત્રી-વિભાબેન મેરજા, અને સંસ્થાના સભ્યો હોળી-દીવાળી જેવા ત્યોહાર ન ઉજવી, ફટાકડા ન ફોડી, જન્મદિવસ કે એનિવર્સરી ન ઉજવી તેની બચત માથી આવી પ્રેરણાત્મક સેવાકાર્યો કરી રહ્યા છે. આનો હેતુ આપણા એક સેવાના નાના પ્રયાસ થી જરૂરીયાતમંદ લોકોની મદદ કરી, તેમના સ્મિતનુ કારણ બનવાનો છે.
કોરોના મહામારીમાં ઘણા પરિવારો આર્થિક ભીંસમાં છે, ત્યારે ખરેખર જરૂરિયાત વાળાને ઉપયોગી થતી આ “બા” નું ઘર મહિલા નિરાધાર વૃધાશ્રમ સંસ્થાએ બાવાજી પરિવારની જરૂરિયાતમંદ દીકરીને સ્વમાનભેર પરણાવી કરિયાવર સાથે સાસરે વળાવી હતી, સંસ્થાની આવી સેવાઑમા દાનની ખાસ જરુર હોય સજ્જનોને દાન આપી સંસ્થાને મદદરૂપ થવા સર્વ સમાજને વિનંતી, દાન માટે બેંક એકાઉન્ટ ની નંબર 37552862643, Ifsc code : SBIN0060390. આપનુ ડોનેશન કલમ 80G હેઠળ કરમુક્ત છે. વધુ વિગત માટે સંપર્ક ૯૪૨૬૭૩૭૨૭૩,