Western Times News

Gujarati News

બાપુનગરઃ વેચવા કાઢેલા મકાનના તાળાં તોડી તસ્કરો તિજારી, કબાટો સાથેનો સામાન ચોરી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળી ગઈ છે.લોકોનાં ઘરોના કે ઓફીસોનાં તાળાં તોડી તસ્કરો રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી રહયાં છે. પોલીસની નિષ્ક્રીયતાને કારણે આ ચોર-તસ્કરોએ એક પગલું આગળ વધી લોકોનાં ઘરમાંઘુસીને ધોળે દિવસે બધો જ સામાન ટ્રકમાં લઈ જવાની ફરીયાદ નોંધાવી છે. હીરાનાં વેપારીને સમાચાર મળતાં જ તે તુરંત અમદાવાદ આવી પહોચ્યો હતો અને પોલીસને જાણ કરી આ અંગેની વિગત એવી છે કે ૭૦ વર્ષીય તુલસીભાઈ મુળજીભાઈ પટેલ હીરાનો ધંધો કરે છે.

તેમનું મુખ્ય ઘર વિજયરાજનગર આરટીઓ ઓફીસ સામે, ભાવનગર ખાતે છે જયારે અન્ય મકાન અમદાવાદમાં બાપુનગર બજરંગ સોસાયટીમાં પણ આવેલું છે. તુલસીભાઈને અમદાવાદનું ઘર વેચવાનું હતું અને તેઓ ભાવનગર ખાતે રહેતા હતા. દરમ્યાન ગઈકાલે બપોરે કેટલાંક તેમનાં ઘરનું તાળું તોડી ઘરમાં ઘુસીને સામાન બહાર કાઢે છે. તેવો સતાવાર તેમના પાડોશીએ તેમને ફોન ઉપર આપ્યા હતા. તુરંત અમદાવાદ પહોચેલા તુલસીભાઈએ ઘર તપાસતાં તિજારીઓ લોખંડનાં કબાટ ઉપરાંત ઘરવખરીનો સામાન અને રસોડાનું સામાન પણ ચોરો તસ્કરો લઈ ગયા હતા.

જેનાં પગલે હીરાના વેપારીએ પોલીસ ફરીયાદ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાપુનગર પોલીસ મકાનનાં માલીકે ચોરીની ફરીયાદ આપતાં પોલીસ પણ અચંબામાં મુકાઈ છે. હવે સીસીટીવી ફુટેજ તથા લોકોનાં નિવેદન મેળવીને ચોરીની તપાસ હાથ ધરી છે. પાડોશીને શંકા જતાં ભાવનગર રહેતાં મકાન માલિકને જાણ કરી

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.