Western Times News

Gujarati News

બાપુનગરની બેંકનાં મેનેજર અને લોન ઓફીસર સામે છેતરપિંડીની ફરીયાદ

(સારથી. એમ.સાગર) અમદાવાદ, શહેરની એક પ્રતિષ્ઠિત બેંકમાં નોકરી કરતાં લોન મેનેજર તથા બ્રાન્ચ મેનેજરે ભેગાં મળીને ગ્રાહકોનો માહિતી મેળવી તેમની જાણ બહાર લોન ઉપાડવાની ઘટન બહાર આવી છે. બેંક તરફથી હપ્તા ન ભરવામાં આવતાં ગ્રાહકોની તપાસ કરવામાં આવી હતી. જેમાં તમામ ઘટના સામે આવી હતી.

આ અંગેની વિગત એવી છે કે ભારત ફાઈનાન્સ ઈન્ડસન્ડ બેંકની બાપુનગર ચાર રસ્તા ખાતે આવેલી શાખાનાં મેનેજરે ફરીયાદ નોંધાવી છે કે અગાઉ તેમની બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે વિનોદ સોલંકી તથા લોન ઓફીસર તરીકે દિગ્વિજયસિંહ લક્ષ્મણસિંહ ઝાલા (કપડવંજ, ખેડા) નોકરી કરતાં હતા.

એક મહિના અગાઉ બેંકની તપાસ દરમ્યાન ઓઢવનાં સાત વેપારીઓએ લોન લીધી હતી. પરંતુ તેનાં હપ્તા ન ભરતાં ન હોવાનું બહાર આવ્યું હતું. જેથી બેંકના ઓફીસરોએ આ તેમ કહી બેંકનાં લોન ઓફીસરે બેંક ખાતે બોલાવી આંગળાની છાપ લીધી હતી. બાદમાં તમારી આંગળાની છાપ અમારી બેંકની સીસ્ટમમાં સેટ થતી નથી. જેથી તમને ૧૫-૨૦ દિવસ બાર બોલાવીશ. અને સેટ કર્યા બાદ કરંટ ખાતુ ખોલીને આપીશ તેમ કહીને રવાના કર્યા હતા.

તેમ કહ્યું હતું. જ્યારે બેંકની સીસ્ટમ ચેક કરતાં બ્રાન્ચ મેનેજર વિનોદ સોલંકીએ વેપારીઓના નામે ૮.૨૦ રૂપિયાની લોન એપ્રુવ કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના બાદ બ્રાન્ચ મેનેજર તથા લોન ઓફીસરને બેંકમાંથી બરતરફ કરવામાં આવ્યાં હતાં. બાદમાં બંને વિરુદ્ધ બેંકનાં ક્રેડીટ મેનેજર મિત્તલ કુમાર માછીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે. પોલીસે બંનેને ઝડપી લેવાની અને કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.