બાપુનગરમાંથી પાંત્રીસ હજારથી વધુનો દારૂ ઝડપાયો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેર ક્રાઈમ બ્રાંચે બાપુનગરમાં દરોડો પાડીને કુખ્યાત બુટલેગરના ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઉપરાંત બુટલેગર પાસેથી ધારદાર છરો પણ જપ્ત કર્યો છે.
ક્રાઈમ બ્રાંચની એક ટીમ પેટ્રોલીંગમાં હતી એ સમયે તેમને બાપુનગર જનરલ હોસ્પીટલ સામે સંજયનગરના છાપરામાં રહેતા રૂકસાના બેગમ અહેમદબેગ મિર્ઝાના ઘરે વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી.
જેના આધારે ગત સાંજે સાડા ચારના સુમારે દરોડો પાડતા ફુરકાનના ઘરમાં પલંગ નીચેથી ૩પ હજારથી વધુનો ઈગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે કડક પૂછપરછ કરતાં ફુરકાને આ જથ્થો અમરાઈવાડીમાં રહેતા મધુસુદન ઉર્ફે મધુ પાસેથી મેળવ્યો હોવાનું કબુલ્યુ હતુ. ક્રાઈમ બ્રાંચે ફુરકાન વિરૂધ્ધ દારૂનો તથા તીક્ષ્ણ હથિયાર રાખવાના એમ બે ગુના નોંધાયા હતા.