Western Times News

Gujarati News

બાપુનગરમાં ગાડીઓમાં તોડફોડ કરી ગાળાગાળી કરી

અમદાવાદ: સ્થાનિક ગુંડા અને લુખ્ખા  તત્ત્વોએ શહેરમાં માઝા મુકી છે. વિસ્તારમાં ધાક ધમકી જમાવવા માંગતા અસામાજીક ત¥વો વારંવાર સામાન્ય નાગરીકો પર હુમલા કરી તેમની મિલ્કતોને નુકસાન પહોંચાડી કરાવવાનો પ્રયત્ન કરે છે. બાપુનગરમાં પણ બુમાબુમ કરતાં એક શખ્સને શાંત રહેવાનું જણાવતાં લુખા ત¥વે છરી બતાવીને જાનથી મારવાની ધમકીઓ આપી ગાડીનાં કાચ તોડીને ભારે નુકસાન કર્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે બાપુનગર મહાશીવ દર્શન સોસાયટીનાં પ્લોટમાં ચારેક દિવસથી સાયકલ અને સર્કસ શો ચાલતો હતો. ગત મોડી રાત્રે શો પુરો થયા બાદ રહીશો ઊંઘી ગયા ત્યારે અમિત ઝાલા (ખોડીયાર નગર, નિકોલ) નામનો શખ્સ આવીને બુમાબુમ કરતો હતો.

જેથી ભાવિકાબેન પંચાલ જાગી ગયા હતા. અને અમિતને શાંત રહેવાનું જણાવતાં તે વધુ ઊશ્કેરાયો હતો. અને ગાળાગાકી કરતાં ભાવિકાબેનનાં જેઠ વચ્ચે પડતાં અમિતે તેમને લાફા મારીને ઘર આગળ મુકેલી તેમની ગાડીનાં કાચ તોડી તોડફોડ કરી હતી. ઊપરાંત તેમને ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતાં આસપાસનાં રહીશો પણ ચોંકી ગયા હતાં. બાદમાં મોડી રાત્રે ભાવિકાબેને કંટ્રોલમાં જાણ કરતાં બાપુનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.