બાપુનગરમાં ટ્રાફીક સંચાલન કરાવતાં રીક્ષા ચાલકોએ પોલીસને જાહેરમાં માર માર્યો

અમદાવાદ : બાપુનગરમાં ટ્રાફીક જામ કરતાં રીક્ષા ચાલકોને ભગાડતા એ બાબતની અદાવત રાખી રીક્ષા ચાલકોએ ટ્રાફીક પોલીસના જવાનને ગડદાપાડુનો માર મારતા તેમને હોસ્પીટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ કરતા પોલીસે ત્રણેય રીક્ષા ચાલકની અટક કરી હતી. ઘટનાની વિગત એવી છે કે એચ ડીવીઝનમાં નોકરી કરતા રકુલભાઈ શૈલેષભાઈ પટેલ શ્યામશિખર ખાતે ગઈકાલે ફરજ ઉપર હતા
ત્યારે ટ્રાફીકમા અડચણ રૂપ રીક્ષાઓને ભગાડી હતી બાદમાં તેમની રૂપિયાની જરૂર હોઈ એટીએમ જતા રીક્ષા ચાલક લોકેન્દ્ર રાજપુત ઠક્કર નગર ભુરાભાઈ ઠક્કરનગર થતા રફુલ નામના રીક્ષા ચાલકો તેમનો પીછો કર્યો હતો અને એટીએમમાંથી બહાર આવેલા રફુલભાઈ ઉપર તુટી પડ્યા હતા તેમને ગડદાપાડુનો માર મારતા લોકોનું ટોળુ એકત્ર થઈ ગયા હતુ ઉશકેરાયેલા ત્રણેય રીક્ષા ચાલકો આને જાનથી મારી નાખો કહી બુમો પાડતા હતા દરમિયાન ટ્રાફીકના અન્ય જવાનો આવી પહોચ્યા હતા અને રફુલભાઈ બચાવી પોલીસને જાણ કરતાં ત્રણેયની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.