બાપુનગરમાં ડિલીવરી બોયે સગીરાની છેડતી કરતાં ફરિયાદ
મેમ્કોમાં એકલતાનો લાભ લઈ કર્મચારીએ માલિકની પત્ની સાથે દુષ્કર્મનો પ્રયત્ન કર્યો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : થોડાંક સમયથી મહીલાઓ સાથે છેડતી અથવા એકલતાનો લાભ ઉઠાવી તેમની સાથે દુષ્કૃત્ય કરવાનાં પ્રયત્નની ફરીયાદો ખૂબ જ ઉઠી છે. હવસખોર વિકૃત માનસ ધરાવતાં શખસો કોઈને કોઈ રીતે એકલી મહીલાનો ગેરલાભ ઉઠાવવાનાં પ્રયત્ન કરી તેને મારી નાંખવાની કે વીડીયો વાઈરલ કરવાની ધમકીઓ આપીને તેની સાથે જબરદસ્તી કરવાનાં પ્રયત્નો કરતાં હોય છે.
આવી વધુ બે ફરીયાદો ગઈકાલે બાપુનગર તથા શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોધાઈ છે. બાપુનગરમાં રહેતાં અને હીરાનાં કારખાનામાં નોકરી કરતા પતી-પત્ની તથા તેમનો પુત્ર નોકરીએ ગયા હતા. અને તેમની ૧પ વર્ષીય પુત્રી ઘરે એકલી હતી. ત્યારે સોમવારે સવારે આ દસ વાગ્યાની આસપાસ ઈન્ડીયન ગેસ એજન્સીમાંથી રજનીકાંત કનુભાઈ પરમાર રહે.ભવાની નગરટેકરો ભિક્ષુક ગૃહ ઓઢવ) ગેસનાં બાટલાની ડિલીવરી કરવા આવ્યો હતો.
બાળકીએ ચોપડીમાં સહી કરાવી બાટલો લીધા બાદ આસપાસ કોઈ ન દેખાતાં રજનીકાંતે બાળકી પાસે પાણી માંગ્યું હતું જેથી બાળકી પાણી લેવા રસોડામાં ગઈ ત્યાં સુધીમાં રજનીકાંત તેમનાં ઘરમાં ઘુસી ગયો હતો.
સગીરા પાણી લઈને પરત ફરતાં આ હવસખોરે પોતાનું પેન્ટ તેની સામે ઉતારીને અશ્લીલ ચેનચાળા કરતાં બાળકી ખૂબ જ ગભરાઈ ગઈ હતી. જા કે આ વિકૃત મનોદશાવાળો શખ્સ કંઈ કરે એ પહેલાં જ બાળકીનાં ફોનની રીગ વાગતાં તે ફોન લેવા ગઈ ત્યાં સુધીમાં રજનીકાંત કપડાં સરખા કરી ત્યાંથી ભાગી છુટયો હતો.
પરંતુ ઘરમાં રહેલી એકલી બાળકી સાથે આ ઘટના અચાનક બની જતાં તે ડઘાઈ ગઈ હતી. સાંજે ઘરે પરત ફરેલાં માતા પિતાએ તેને સુનમુન જાતાં બાળકીને શાંતિથી પુછતાં તેણે સમગ્ર ઘટનાક્રમ માતા-પિતાને જણાવતાં બંને ચોકી ઉઠયા હતા. આ ગઈકાલે બાળકીને લઈ માતા બાપુનગર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવવા પહોચી હતી. ૧પ વર્ષીય એકલી બાળકી સાથે અશ્લીલ ચેનચાળા કરનાર યુવાનને ગણતરીની કલાકોમાં જ બાપુનગર પોલીસે ઝડપી લીધો હતો. પ્રાથમીક માહિતી અનુસાર પોલીસે આરોપીની કડક પુછપરછ કરતાં તેણે ગુનો કબુલી લીધો છે. જા કે સંપૂર્ણ તપાસ બાદ સમગ્ર હકીકત બહાર આવશે.
જયારે નરોડામાં રહેતી એક મહીલાનાં પતિ કોમ્પ્યુટરનાં કલાસીસ ચલાવે છે. સાત માસની બાળકીની માતા આ મહીલા પંદરેક દિવસથી પતિની ઓફીસે જતી હતી. અને પતિને કામકાજમાં મદદ કરતી હતી. ગકાઈલે પણ નિત્યક્રમ મુજબ તે પતિ સાથે ઓફીસમાં બેઠી હતી. બાદમાં કામ હોવાથી તેનો પતિ જતો રહયો હતો.
થોડીવાર બાદ ઓફીસમાં કામ કરતાં અશોક ભીખાભાઈ ચૌહાણે (રહે. વાડજ શાકમાર્કેટ નજીક) સાહેબે તમને કોમ્પ્યુટર શીખવાડવાનું કીધું છે. તેમ કહી કોમ્પ્યુટર શીખવાડતી વખતે છેડછાડ ચાલુ કરી હતી. શરૂઆતમાં મહીલાએ તે ધ્યાને ન લેતાં અશોકે મહીલાને હાથ જાઈ આપવાનું કહ્યા બાદ તેની શારીરિક છેડછાડ શરૂ કરી હતી.
તેનાં અંગોને સ્પર્શવા લાગ્યો હતો. તેમ કરવાની ના પાડતાં મહીલા કંઈ સમજે એ પહેલાં જ તેની સલવાર ઉતારી દીધી હતી. અને તે જબરદસ્તી કરવા જાય એ પહેલાં જ ભરાયેલી મહીલાએ કપડાં વ્યવસ્થિત કરી લીધા હતા. જા કે એ પછી અશોક તુરંત જ ત્યાંથી રફુચકકર થઈ ગયો હતો. જયારે મહીલાએ એનજીઓ ચલાવતાં તથા બેંકનાં કામકાજ કરતાં પતિને ફોન કરીને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જેના પગલે બંને પતિ પત્નીએ શહેર કોટડા પોલીસ સ્ટેશને આ અંગે ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે અશોક ચૌહાણ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેની સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.