બાપુનગરમાં ડેકીનાં લોક તોડી પાંચ મિનિટમાં રૂપિયા ૨.૩૦ લાખની ચોરી
અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં ગઈકાલે આંગડીયા પેઢીના કર્મચારીને સરનામું પુછવાના બહાને એક્ટીવાની ડેકીમાંથી પાંચ લાખ ઉઠાવવાની ઘટનાની તપાસ ચાલુ છે ત્યાં જ શહેરના બાપુનગરમાં પણ એકટીવાની ડેકી તોડી રૂપિયાની ઉંઠાંતરી કરતાં જ પોલિસ સતર્ક બની છે. ઓઢવમાં પ્લાસ્ટીકનું કારખાનુ ધરાવતા વેપારી ભગોજીના લગ્ન માટે રૂપિયા લેવા ગયા હતા રસ્તામાં એક જગ્યાએ કામ હોવાથી ઉભા રહ્યા હતા ત્યારે ફક્ત પાંચ મિનિટમાં સમયગાળામાં ગઠીયાઓ તેમના વાહનની ડેકી તોડીને રૂપિયા બે લાખ ત્રીસ હજાર ચોરી જતા ચકચાર મચી છે.
ભોગ બનનાર સંજય કનેરીયા નિકોલ ખાતે રહે છે અને ઓઢવમા પ્લાસ્ટીકનું કારખાનું ધરાવે છે વેપારી સંજયભાઈ ભાઈ રાજુભાઈની પુત્રીનાં થોડાં દિવસોમાં લગ્ન હોઈ તેમણે ઉઘરાણી કરતા નાસીક ખાતેથી એક વેપારીએ બાપુનગર ડાયમંડ માર્કેટમાં આવેલી આરસી આંગડીયા પેઢીમાં રૂપિયા બે લાખ ત્રીસ હજાર મોકલ્યા હતા.
પોતાનો ટેમ્પો લઈ નીકળેલા સંજયભાઈ પ્રથમ ગરીબનગર ખાતે ટ્રાન્સપોર્ટમાં માલ ઉતારી ડાયમંડ માર્કેટ ખાતે રૂપિયા લેવા ગયા હતા જે તેમણે ટેમ્પોની ડેકીમા મુકવા હતા પરત ફેક્ટરીએ જતા પહેલા ગરીબનગરથી ટ્રાન્સપોર્ટની રસીદ લેવાની હોઈ તે ત્યા રોકાયા હતા દરમિયાન પાચ મિનિટમા જ અજાણ્યા શખ્શોએ ચોરીને ઘટનાને અંજામ આપી તપાસ રોકડ લઈ ગયા હતા. આ અંગે તેમણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.