બાપુનગરમાં પત્ની સાથે આડા સંબંધની શંકા રાખી યુવાન પર તલવાર વડે હુમલો

સાબરમતી પત્નીને બિભત્સ ઈશારો કરતો હોવાના વહેમથી કિશોરને ઢોર માર માર્યો |
અમદાવાદ: છેડતી અને આડા સંબંધની શંકા રાખી બબાલ કરવાના બે બનાવો બાપુનગર તથા સાબરમતીમાંથી બહાર આવ્યા છે બંને બનાવન યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો છે. દરીયાપુરમાં રહેતા અયાઝ શેખ ઓઢવ ખાતે રહેતી સંતોષબેન પોતાની બહેન માનતો હતો અને તેમના પતિ અભિસિગ પોતે રીક્ષા અપાવેલી હતી જેના હત્પાની રકમ લેવા જતા અભેસિગ રાજપુતે સયાઝનાં સંતોષબેન સાથે આડા સંબંધ હોવાની શકા રાખી બબાલ કરી હતી અને તેના અને તેના ઉપર તલવાર વડે હમલો કરતાં અયાઝને માથા તથા હાથમાં ઈજાઓ થઈ હતી આ અંગે અયાઝે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
જ્યારે કબીર ચોક સાબરમતી ખાતે રહેતા રામકૃષ્ણભાઈનો દિકરો કાર્તિક સાતે સવા છ એ રામજી મંદિર નજીક ગયો હતો અને દુર ઉભા રહેતા પોતાનાં મિત્રને બોલાવવા ઈશારો કરતા અજાણ્યા શખ્શે તેની નજીક આવી પોતાની પત્નીને બિભત્સવ ઈશારો કરતો હોવાનું જણાવી ઝઘડો કર્યો હતો ઉપરાંત ઢોર માર મારી તેનો હાથ મચકોડીને ભાગી ગયો હતો આ અંગે રામાકૃષ્ણા ભાઈએ સાબરમતી પોલીસને જાણ કરી હતી.