Western Times News

Gujarati News

બાપુનગરમાં મરી જવાની ધમકી આપી મહીલાને સંબંધ માટે દબાણ

અમદાવાદ : બાપુનગર નણંદને પરેશાન કરવાની ધમકીઓ આપી મહીલાને સંબંધો બાંદવા મજબૂર કરતા નણદોઈ વિરુદ્ધ પોલીસે ફરીયાદ નોધી કાર્યવાહી હાથ ધરી છે લગ્નને ચોદ વર્ષ થવા છતા નણંદોઈ કેટલાય સમયથી મહીલાને પરેશાન કરતો હતો જા કે ઘરમા કંકાશ ન થાય એ બીકે મહીલા લાંબો સમમય ચૂપ રહી હતી.

બાપુનગર ખાતે આવેલી આસોપાલવ નજીકની એક સોસાયટીમાં રહેતી મહીલાનાં લગ્નને આશરે ૧૪ વર્ષ થયા છે છેલ્લા છેલ્લા ત્રણેક વર્ષથી તેમના ઘરે તેમના નણંદોઈ મમુકેશ વાલજીભાઈ રાઠોડ રહે ડી કોલોની વિજયમિલ અસારવા, એ અવરજવર શરૂ કરી હતી જા કે કૌટુંબિક સગા થતા હોઈ મહીલાને તેના ઈરાદા વિશે જાણણમ ન હતી ધીમે ધીમે છેતાલીસ વર્ષીય મુકેશે મહીલા સાથે વાતચીત વધારીને ફોન નંબરની આપ લે કરી હતી અને બાદમાં વાત કરવા દબા કર્યુ હતુ જાકે મહીલાએ વાત કરવાની ના પાડતાં મમુકેશે મરી જવાની ધમકીઓ આપી હતી

ઉપરાંત નણંદને પરેશાન કરવાની ધમકીઓ આપતાં મહીલા ડરી ગઈ હતી અને મુકેશ સાથે વાતચીત કરતી હતી પરતુ દિવાળીના તહેવાર દરમિયાન મુકેશે હદ વટાવતાં મળવાના બહાને ઘરે આવીને મહીલાનો હાથ પકડી લેતા તેણણે પોતાના પરીવારને આ ઘટનાની જાણ કરી હતી જેથી પરીવાર મહીલાને લઈ મુકેશ વિરુદ્ધ ફરીયાદ કરવા બાપુનગર પોલીસ સ્ટેશનને પહોચ્યો હતો પોલીસે હાલ આ અંગે તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.