બાપુનગરમાં વાઈટનર સુંઘીને નશો કરતા બાળકો
ઈન્ડિયા કોલોની રોડ પરના જનરલ સ્ટોર્સના માલિક વિરૂધ્ધ પોલીસે શરૂ કરેલી તપાસ |
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં દારૂ જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર દ્વારા વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવી રહયા છે જેના પરિણામે મોટા બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે જયારે હજુ પણ કેટલાક બુટલેગરો અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી દારૂના અડ્ડા ચલાવી રહયા છે આ પરિસ્થિતિમાં શહેરના બાપુનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેનાથી પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. ઈન્ડીયા કોલોની રોડ પર આવેલા એક જનરલ સ્ટોરની દુકાનમાંથી દુકાનનો માલિક બાળકો માટે પ્રતિબંધિત હોવા છતાં વાઈટનરનું વેચાણ બાળકોનું કરતો હોવાનું બહાર આવ્યું છે.
કૃષ્ણનગર વિસ્તારમાં સગીર વયના પુત્રને પિતાએ ઝડપી લીધા બાદ બહાર આવેલી ચોંકાવનારી વિગતો |
કૃષ્ણનગરમાં રહેતો એક યુવક પોતાના ૧૬ વર્ષના સગીર વયના બાળકને છેલ્લા ઘણા સમયથી શંકાસ્પદ હિલચાલના પરિણામે સતત વોચ રાખ્યા બાદ તે પોતાના રૂમમાં વાઈટનરનો નશો કરતો મળી આવ્યો હતો જેના પરિણામે તેણે દુકાનદારને ફરિયાદ કરતા દુકાનના માલિકે ઉડાઉ જવાબ આપતા પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસે દુકાનના માલિક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દુકાનમાંથી વાઈટનરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.
પ્રાથમિક પુછપરછમાં દુકાનના માલિકે ચોંકાવનારી વિગતો આપી હતી અને કહયુ હતું કે તેની દુકાનેથી ઘણા નાના બાળકો વાઈટનર લઈ જાય છે આ નિવેદનથી પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં દારૂ જુગારના અડ્ડા પર પોલીસ વિભાગ દ્વારા વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવી રહયા છે પરંતુ અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી બુટલેગરો દારૂનુ વેચાણ કરી રહયા છે. શહેરના સરદારનગર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં પોલીસ નિયમિત ચેકિંગ કરી રહી છે જેના પરિણામે દારૂના અડ્ડા બંધ થઈ ગયા છે આ ઉપરાંત પોલીસતંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
બાળકોને વેચવા પર પ્રતિબંધની ચેતવણી છતાં વાઈટનરનું ખુલ્લેઆમ વેચાણ: બાપુનગર વિસ્તારમાં ઈન્ડિયા કોલોની રોડ પર ના જનરલ સ્ટોર્સમાંથી દુકાનના માલિક દ્વારા ખુલ્લેઆમ વાઈટનરનું વેચાણ કરવામાં આવતું હતું વાઈટનરના બોક્ષ પર સ્પષ્ટપણે ચેતવણી લખવામાં આવી છે કે આ વસ્તુ ૧૮ વર્ષથી નીચેના બાળકને વેચાણથી આપવી નહી તેમ છતાં પ્રકાશ જનરલ સ્ટોર્સના માલિક પ્રફુલચંદ્ર દ્વારા બાળકોમાં પ્રતિબંધિત આ વાઈટનરના જથ્થાનું બાળકોમાં ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતુ હતું
સુરેશભાઈનો ૧૬ વર્ષનો પુત્ર દેવ પણ આ સ્ટોર્સ પરથી વાઈટનર ખરીદીને લઈ જતો હતો પ્રાથમિક તપાસમાં છેલ્લા ઘણા દિવસથી દેવ તેનો નશો કરતો હતો વાઈટનર સુંઘવાથી નશો થતો હોવાના કારણે બાળકો તેના રવાડે ચઢવા લાગ્યા છે આ પરિÂસ્થતિમાં દુકાનના માલિક વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. સાથે સાથે તેની દુકાનમાંથી ક્યા ક્યા બાળકો વાઈટનર લઈ જતા હતા તે અંગેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ દરમિયાનમાં શહેરના બાપુનગર વિસ્તારમાં ગઈકાલે એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. શહેરના નવા નરોડા વિસ્તારમાં કૃષ્ણનગર ખાતે આવેલા કર્ણાવતીનગરમાં રહેતા સુરેશભાઈ દલસુખભાઈ પરમારનો ૧૬ વર્ષનો પુત્ર દેવ છેલ્લા કેટલાક દિવસોથી શંકાસ્પદ હિલચાલ કરતો હતો જેના પરિણામે સુરેશભાઈ તેના પર નજર રાખતા હતાં. ગઈકાલે રાત્રે ૮.૦૦ વાગ્યાની આસપાસ સુરેશભાઈ અચાનક જ દેવ ના રૂમમાં પ્રવેશતા તે કોઈ પદાર્થ સુઘી રહયો હતો પિતાને જાઈ દેવ ગભરાઈ ગયો હતો અને તેના હાથમાં રહેલી વસ્તુ સંતાડવાનો પ્રયાસ કર્યો હતો સુરેશભાઈએ હાથમાં શું છે
તેવુ પુછતા આખરે ગભરાઈને તેણે તેના હાથમાં રહેલી વાઈટનરનું ખોખુ આપ્યુ હતું વાઈટનર જાઈને સુરેશભાઈ ચોંકી ઉઠયા હતાં અને દેવને પુછતાં તેણે જણાવ્યું હતું કે આ વસ્તુ સુઘું નહી ત્યાં સુધી મને ચેન પડતું નથી અને તે નિયમિત રીતે સુઘીને આ વાઈટનરનો નશો કરતો હતો સગીરવયનો પુત્ર નશાના રવાડે ચડેલો હોવાથી સુરેશભાઈ ચોંકી ઉઠયા હતાં અને આ વાઈટનર કયાંથી ખરીદે છે તેવુ પુછતા તેણે ઈન્ડિયા કોલોની રોડ પર આવેલા પ્રકાશ જનરલ સ્ટોર્સનું નામ આપ્યું હતું.
પુત્રએ આપેલા સરનામા પર સુરેશભાઈ તેમની પત્નિ અને દેવ ત્રણેય જણાં પહોંચ્યા હતાં. પ્રકાશ જનરલ સ્ટોર્સ પર પહોંચી ગયા હતા દુકાનના માલિક પ્રફુલચંદ્ર શિવપ્રકાશ જાષી સાથે સુરેશભાઈએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ વાઈટનરના ખોખા પર ચેતવણી લખવામાં આવી છે કે ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિને વેચાણથી આપવું નહી તેમ છતાં તમે બાળકોને કેમ વહેંચો છો તેવું પુછતા દુકાનના માલિક પ્રફુલચંદ્રે ઉડાઉ જવાબ આપતા સુરેશભાઈ ચોંકી ઉઠયા હતાં.
નિયમોનો ભંગ કરી બાળકોને વાઈટનર વેચતા પ્રફુલચંદ્ર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય સુરેશભાઈએ લીધો હતો અને તાત્કાલિક દુકાનની બહાર ઉભા રહી બાપુનગર પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં.
સુરેશભાઈની માહિતીના આધારે તાત્કાલિક પોલીસની એક ટીમ ઈન્ડિયા કોલોની પ્રકાશ જનરલ સ્ટોર્સ ખાતે પહોંચી ગઈ હતી અને ત્યાં જઈ પ્રફુલચંદ્રની પુછપરછ કરતા તેઓ પોલીસને પણ યોગ્ય જવાબ આપતા ન હતા અને ઉડાઉ જવાબ આપતા આખરે દુકાનની તલાશી લેવામાં આવી હતી જેમાં દુકાનમાંથી ૧૧૪ નંગ વાઈટનરના જપ્ત કરવામાં આવ્યા હતાં
પ્રફુલચંદ્રની પુછપરછ કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે તેમની દુકાનેથી ઘણા નાના બાળકો આ વાઈટનર લઈ જાય છે. આ કબુલાતથી અધિકારીઓ સતર્ક બની ગયા છે બાળકોને નશાના રવાડે ચડાવવાનું આ એક વ્યવસ્થિત ષડયંત્ર છે અને દુકાનના માલિક વિરૂધ્ધ બાપુનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.