બાપુનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો: ૧.૭પ લાખનો દારૂ પકડાયો
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના બાપુનગર વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દરોડા પાડ્યા હતા જેમાં ગુજરાત બોટલીંગ ચાર રસ્તા પાસેથી ૭૬ર વિદેશી દારૂની બોટલો તથા ૩૬૦ બિયરના ટીનનો જથ્થો ઝડપી પાડયો હતો.
આ અંગેની વિગત એવી છે કે અરુણ ભટ્ટ, સાલુ ભટ્ટ તથા ભરત ભટ્ટ (ત્રણેય રહે. રાધાકિશનની ચાલી, બાપુનગર) પોતાના માણસો સાથે ગુજરાત બોટલીંગ ચાર રસ્તા નજીક હિન્દ એસ્ટેટમાં વિદેશી દારૂનું વેચાણ કરે જેના આધારે ત્યાં દરોડો પાડતાં એક એક્સેસ અને દારૂ ભરેલા ખોખા સાથે વિજયસિંહ જાડેજા (રામોલ) તથા સુરેશ વણજારા (અમરાઈવાડી) મળી આવ્યા હતા તેમની પુછપરછમાં વધુ જથ્થો હિંદ એસ્ટેટના ધાબા પરથી મળી આવ્યો હતો.
તપાસમાં અરુણ, સાલુ તથા ભરત ત્રણેય ભાઈઓ દારૂનો ધંધો કરે છે અને પોતે તેમના વતી વેચાણ કરતો હોવાનું વિજય અને સુરેશે સ્વીકાર્યુ હતું. સ્ટેટ મોનીટરીંગ સીેલે વિદેશી દારૂ ઉપરાંત અન્ય માલમત્તા સહીતનો ૧.૭પ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી શખ્શો વિરુધ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.