Western Times News

Gujarati News

બાપુનગરમાં હત્યા કરાયેલો શ્રમિકનો મૃતદેહ મળ્યો

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં હત્યા અને હુમલાના બનાવો ચિંતાજનક રીતે વધી રહયા છે ત્યારે શહેરના છેવાડાના તથા પૂર્વના વિસ્તારોમાં એક પછી એક હત્યાની ઘટનાઓથી પોલીસતંત્ર ચોંકી ઉઠયું છે. શહેરના બાપુનગર વિસ્તારમાં ગઈકાલે એક શ્રમિકનો હત્યા કરાયેલી હાલતમાં રસ્તા પર રઝળતો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં છુટક મજુરી કરતો આ શ્રમિકના આખા શરીરે બોથર્ડ હથિયારથી ફટકા મારવામાં આવેલા હતાં ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ અધિકારીએ તાત્કાલિક આ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓએ અન્ય સ્થળે યુવકની હત્યા કરી લાશને કારખાનાની બહાર ફેંકીને પલાયન થઈ ગયા હોવાનું માની રહી છે હાલમાં ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. બાપુનગર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં હાલ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયેલો છે અને રાત્રિ દરમિયાન રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે રાત્રિ દરમિયાન તમામ વાહનોનું ચેકિંગ શરૂ કરાયું છે સાથે સાથે તમામ શંકાસ્પદો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે પોલીસ અધિકારીઓ અમદાવાદ શહેરની કાયદો વ્યવસ્થાની પરિÂસ્થતિ પર ચાંપતી નજર રાખી રહયા છે ત્યારે શહેરના બાપુનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. રખિયાલ નુરાની ચોક પાસે આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા નેઈમુદ્દીન પઠાણનું બાપુનગરમાં મણિયાર ટેલર્સની પાછળ આવેલા ગૌતમ શાહ એસ્ટેટ કારખાનુ આવેલુ છે.


ગૌતમ શાહ એસ્ટેટમાં નેઈમુદ્દીનનું સ્ટીલની થાળીઓને પોલીશ કરવાનું કારખાનું આવેલું છે અને તેમાં નિયમિત રીતે ત્રણ કારીગરો કામ કરે છે જેમાં ૧. અસલમ ર. ઈરશાહ ૩. શરીફનો સમાવેશ આ ત્રણેય યુવકો નિયમિત રીતે આ કારખાનામાં કામ કરે છે તેમ છતાં આ કારખાનામાં એક રાજુ નામનો યુવક પણ છેલ્લા કેટલાક સમયથી દૈનિક વેતન પર કામ કરતો હતો કારખાનામાં કામ કરવા આવે ત્યારે રાજુ નામનો આ યુવક રોજે રોજનો પગાર લઈ જતો હતો. રાજુ છેલ્લા કેટલાક દિવસથી નિયમિત કારખાનામાં કામ કરવા આવતો હતો

આ દરમિયાનમાં ગઈકાલે સવારના સમયે અચાનક જ આજ એસ્ટેટમાં બાજુમાં આવેલા કારખાનાના માલિક સૈયદભાઈએ નેઈમુદ્દીનને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તમારો કારીગર રાજુ મારા કારખાનાની બહાર રસ્તા પર અર્ધનગ્ન હાલતમાં પડેલો છે આ સમાચાર મળતા જ નેઈમુદ્દીન તાત્કાલિક દોડી ગયા હતા અને સ્થળ પર જઈ તપાસ કરતાં રાજુના આખા શરીર પર બોથર્ડ પદાર્થ વાગવાના ચિહ્‌નો જાવા મળતા હતા જેના પરિણામે તેઓ ચોંકી ઉઠયા હતાં.

નેઈમુદ્દીને તાત્કાલિક આ અંગે બાપુનગર પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક સ્થળ પર પહોચી ગયા હતા તપાસ કરતાં રાજુ મૃત્યુ પામેલી હાલતમાં પડેલો જાવા મળ્યો હતો અને તેના આખા શરીર પર ઈજાના ચિહ્‌નો જાવા મળતા હતાં આમ કારખાનાની બહાર જ જાહેર રોડ પર શ્રમિકની હત્યા કરાયેલી લાશ મળતા સમગ્ર એસ્ટેટમાં ભારે સનસનાટી મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતાં પોલીસે રાજુના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

રાજુની હત્યા પૂર્વે તેના ઉપર બેરહેમીપૂર્વક અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનું મૃતદેહ પરથી પોલીસ માની રહી છે કારણ કે તેના પગથી લઈ માથા સુધી આખા શરીર પર બોથર્ડ પદાર્થના ઘા વાગેલા જાવા મળી રહયા છે જેના પરિણામે રાજુને ગંભીર ઈજાઓ થવાથી કમકમાટીભર્યું મોત નીપજયું હશે આ ઉપરાંત આરોપીઓ રાજુની અપહરણ કરી અન્ય સ્થળે લઈ ગયા બાદ તેને ઢોરમાર મારતા તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને અહીં ફેંકી દઈ આરોપીઓ પલાયન થઈ ગયા હશે તેવુ પણ પોલીસ માની રહી છે. હાલમાં બાપુનગર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાના પણ પ્રયાસો શરૂ કર્યાં છે આ ઉપરાંત રાજુના પરિવારજનોની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. બેરહેમીપૂર્વક રાજુની ખૂબજ નિર્દયતાથી હત્યા કરાતા આ કોઈ અંગત અદાવતમાં ઘટના ઘટી હોવાનું મનાઈ રહયું છે.  આરોપીઓને શોધવા બાપુનગર પોલીસે સઘન તપાસ શરૂ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.