બાપુનગરમાં રવિવારે બે મોલ ખુલ્યા, કાયદેસર બિલ સાથે વેચાણ કર્યું
ઓશિયા મોલ ઉપરાંત બાપુનગરમાં આવેલો ડી માર્ટ ખુલ્લાં રહ્યા અને મોટી સંખ્યામાં લોકોએ ભરપૂર ખરીદી કરી
અમદાવાદ: રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે ૪ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવાયો છે, આ ઉપરાંત શનિ રવિ તમામ મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
જાે કે શહેરનાં પૂર્વ વિસ્તારમાં આવેલો ઓશિયા મોલ ઉપરાંત બાપુનગરમાં આવેલો ડી માર્ટ ન માત્ર ખુલ્લો રહ્યો હતો પરંતુ સેંકડો લોકોએ ખરીદી પણ કરી હતી. નિયમ અને કાયદા જેવી કોઇ વસ્તુ જ ન હોય
તે પ્રકારે મુખ્ય દરવાજાે બંધ રાખીને પાછળનાં દરવાજેથી લોકોને ખરીદી માટે એન્ટ્રી આપવામાં આવી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આદેશ છતા બાપુનગરનાં બે ખ્યાતનામ મોલ ચાલુ રહ્યા હતા. અમદાવાદ પોલીસ કમિશ્નરનાં જાહેરનામાનો સ્પષ્ટ ભંગ જાેવા મળી રહ્યો હતો.
હાલ તો આ એકમાત્ર નહીપ રંતુ બાપુનગર વિસ્તારનાં જ ૨ મોલ ખુલ્લા રહેતા બાપુનગર પોલીસ સામે પ્રશ્નો ઉભા થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કમિશ્નર દ્વારા કડક આદેશ આપવામાં આવ્યો હોવા છતા મોલના માલિક દ્વારા ન માત્ર ખુલ્લો રાખવામાં આવ્યો હતો
પરંતુ પોલીસ દ્વારા આ મોલ બંધ પણ રાખવામાં આવ્યો નહોતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ડી માર્ટ અને ઓશિયા માર્ટમાં સેંકડો લોકો દ્વારા ખરીદી કરવામાં આવી હતી. હદ તો ત્યારે થઇ જ્યારે આ મોલ દ્વારા જાહેરનામાનો સ્પષ્ટ રીતે ભંગ તો કરાયો હતો પરંતુ જે ગ્રાહકો ખરીદી કરે તેમને કાયદેસર બિલ પણ આપવામાં આવ્યા હતા.
તેવામાં શું સરકારી આદેશોને આ લોકો કંઇ સમજતા જ નથી તેવું લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાળા સંચાલકો બાદ હવે મોલના સંચાલકો પણ સ્પષ્ટ રીતે પોતાની મનમાની કરી રહ્યા છે. તેવામાં તંત્ર શું પગલા ઉઠાવે છે તે જાેવું રહ્યું. SSS