Western Times News

Gujarati News

બાબરી મસ્જિદ ગુમાવી છે,હવે હું બીજી મસ્જિદ ગુમાવવા માંગતો નથી: ઓવૈસી

હૈદરાબાદ, વારાણસીની એક જિલ્લા અદાલતે ગુરુવારે જ્ઞાનવાપી કેસમાં કોર્ટ કમિશનરને હટાવવાની અરજીને ફગાવી દીધી હતી. આ સાથે તેમના સહયોગમાં વધુ બે કમિશનર વિશાલ સિંહ અને અજય પ્રતાપ સિંહની નિમણૂક કરવામાં આવી છે.

કોર્ટે તાળા ખોલીને જ્ઞાનવાપીના ભોંયરામાં સર્વે કરવાનો આદેશ પણ આપ્યો હતો. કોર્ટના આ ર્નિણય બાદ એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન આવ્યું છે. ઓવૈસીએ કહ્યું કે, મસ્જિદની કમિટી અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તાત્કાલિક સુપ્રીમ કોર્ટમાં જવું જાેઈએ.

ઓવૈસીએ કહ્યું કે આ ખુલ્લેઆમ ઉલ્લંઘન છે અને મને આશા છે કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને મસ્જિદ કમિટી સુપ્રીમ કોર્ટમાં જશે. તેણે કહ્યું કે મેં એક બાબરી મસ્જિદ ગુમાવી છે અને હું બીજી મસ્જિદ ગુમાવવા માંગતો નથી.

એઆઇએમઆઇએમના વડાએ વધુમાં કહ્યું કે યોગી સરકારે ધાર્મિક સ્થળોની પ્રકૃતિ બદલવાની કોશિશ કરનારાઓ સામે તાત્કાલિક કેસ નોંધવો જાેઈએ. જાે કોર્ટ તેને દોષી ઠેરવે તો તેને ૩ વર્ષની જેલ થઈ શકે છે.

ઉત્તર પ્રદેશના મદરેસાઓમાં રાષ્ટ્રગીતને ફરજિયાત બનાવવા પર ઓવૈસીએ કહ્યું કે ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીએ તમામ મદરેસાઓ દેશભક્તિની વાત કરે છે.

મદરેસામાં દેશભક્તિ શીખવવામાં આવે છે. તમે તેમને શંકાની નજરે જુઓ છો, એટલા માટે તમે આવા કાયદાઓ બનાવી રહ્યા છો. તેમણે કહ્યું કે યોગી આદિત્યનાથ અને ભાજપે મને દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની જરૂર નથી. જ્યારે દેશની આઝાદીની લડાઈ થઈ રહી હતી ત્યારે સંઘ પરિવાર નહોતો. આ મદરેસાઓ અંગ્રેજાે સામે ઉભી હતી.

ગુરુવારથી ઉત્તર પ્રદેશના તમામ મદરેસામાં રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ મદરેસા એજ્યુકેશન બોર્ડના રજિસ્ટ્રાર એસએન પાંડેએ ૯ મેના રોજ તમામ જિલ્લા લઘુમતી કલ્યાણ અધિકારીઓને આ સંદર્ભમાં આદેશ જારી કર્યો હતો.

એસએન પાંડેએ આદેશમાં કહ્યું છે કે ૨૪ માર્ચે બોર્ડની બેઠકમાં લેવાયેલા ર્નિણય અનુસાર નવા શૈક્ષણિક સત્રથી તમામ મદરેસાઓમાં પ્રાર્થના સમયે રાષ્ટ્રગીત ફરજિયાત કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના લઘુમતી કલ્યાણ મંત્રી ધરમપાલ સિંહે ગયા મહિને મદરેસાઓમાં રાષ્ટ્રવાદ ભણાવવા પર ભાર મૂક્યો હતો. વિભાગીય સ્ર્જી દાનિશ આઝાદ અન્સારીએ પણ કહ્યું હતું કે સરકાર ઇચ્છે છે કે મદરેસાના વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના હોય. હાલમાં, ઉત્તર પ્રદેશમાં કુલ ૧૬૪૬૧ મદરેસા છે, જેમાંથી ૫૬૦ સરકાર તરફથી અનુદાન મેળવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.