બાબરી વિધ્વંસ કેસ: અડવાણી અને જોશીએ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું
નવીદિલ્હી, ભાજપ નેતા એલ કે અડવાણીએ બાબરી વિધ્વંસ કેસમાં મુખય થયા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સ્પેશલ કોર્ટનો આજે જે નિર્ણય આવ્યો છે તે અત્યંત મહત્વપૂર્ણ છે અને અમારા બધા માટે ખુશીનો દિવસ છે જયારે આ સમાચાર સાંભળ્યા તો જય શ્રી રામ કહી તેનું સ્વાગત કર્યું રક્ષા મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે મોડેથી પણ ન્યાયની જીત થઇ છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જાેશષ્ીએ અદાલતના નિર્ણયને એતિહાસિક ગણાવ્યો તેમણે કહ્યું કે અદાલતના આદેશ એ સિધ્ધ કરી દીધુ છેકે ૬ ડિસેમ્બરે કોઇ ષડયંત્ર થયું ન હતું અમારી રેલી અને કાર્યક્રમોને કોઇ કાવતરાથી કોઇ જોડવા ન હતો.
અમને ખુશી છે અને દરેક કોઇ ભગવાન રામના મંદિરને લઇને ઉત્સાહિત છે. બાબરી વિધ્વંસ કેસમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીબીઆઇની વિશેષ અદાલતના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે સત્યમેવ જયંતે અનુરૂર સત્યની જીત થઇ છે. તેમણે કહ્યું કે આ નિર્ણય સ્પષ્ટ કરે છે કે તે સમયની કોંગ્રેસસરકાર દ્વારા રાજનીતિક પૂર્વગ્રહથી ગ્રસ્ત થઇ મત બેંકની રાજનીતિ માટે દેશના પુજય સંતો ભાજપના નેતાઓ વિહિપથી જાેડાયેલા પદાધિકારીઓ અને સમાજથી જાેડાયેલ વિવિધ સંગઠનોના પદાધિકારીઓને બદનામ કરવાની નીયતથી તેમના પર ખોટા કેસમાં ફસાવી બદનામ કરવામાં આવ્યા હતાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે આ ષડયંત્ર માટે જવાબદાર દેશની જનતાથી માફી માંગે ચુકાદા બાદ યોગીએ એલ કે અડવાણી અને મુરલી મનોહર જાેષીને ફોન કરી અભિનંદન પાઠવ્યા હતાં.HS