બાબા કા ઢાબાના અચ્છે દિન લાવવા યૂટ્યૂબરની વિરુદ્ધ ફરિયાદ થઈ
નવી દિલ્હી: દક્ષિણ દિલ્હીના માલવીય નગર સ્થિત ‘બાબા કા ઢાબા સોશિયલ મીડિયા પર થોડા દિવસો પહેલા ખૂબ વાયરલ થયો હતો. લોકો આ ઢાબાને ચલાવનારા ૮૦ વર્ષીય કાંતા પ્રસાદની મુફલિસીની કહાણી સાંભળીને તેમના ઢાબા પર ખાવા આવી રહ્યા હતા ઉપરાંત ડોનેશનથી મદદ પણ કરી રહ્યા હતા.
હવે આ ઢાબાને ચલાવનારા કાંતા પ્રસાદે સોશિયલ મીડિયા પર બાબાના ઢાબાને લાઇમલાઇટમાં લાવનારા યૂટ્યૂબરની વિરુદ્ધ નાણાની હેરાફેરીનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.
ડોનેશનના નાણાનો ખોટો ઉપયોગ અને હેરાફેરીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
યૂટ્યૂબર ગૌરવ વસાને ૭ ઓક્ટોબરે બાબા કા ઢાબાનો એક વીડિયો પોતાની યૂટ્યૂબ ચેનલ અને ફેસબુક પર અપલોડ કર્યો હતો અને લોકોને વૃદ્ધ દંપતીને મદદની અપીલ કરી હતી. આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો અને લોકો દૂર-દૂરથી અહીં ખાવા માટે આવવા લાગ્યા.
તેનાથી વૃદ્ધ દંપતીનો બિઝનેસ દોડી પડ્યો, જે કોરોના વાયરસ લૉકડાઉનના કારણે ઠપ થઈ ગયો હતો. લોકોએ ઢાબાને ચલાવનારા કાંતા પ્રસાદની મદદ માટે નાણા પણ ડોનેટ કર્યા હતા. પ્રાપ્ત જાણકારી મુજબ, કાંતા પ્રસાદે રવિવારે યૂટ્યૂબર ગૌરવ વસાનની વિરુદ્ધ માલવીય નગર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો છે. જેમાં’ ડોનેશનના નાણાનો ખોટો ઉપયોગ અને હેરાફેરીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
તેમની બેન્ક ડિટેલ શૅર કરીને ડોનેશન લઈ રહ્યા છે અને તેની હેરાફેરી કરી રહ્યા છે.
પોતાની ફરિયાદમાં કાંતા પ્રસાદે કહ્યું કે, વીડિયો વાયરલ થયા બાદથી અત્યાર સુધી માત્ર ૨ લાખ રૂપિયાના ચેક મળ્યા છે. હવે ઢાબા પર વધુ ગ્રાહક પણ નથી આવી રહ્યા. મોટાભાગના લોકો અહીં સેલ્ફી ખેંચાવવા માટે આવે છે. પહેલા એક દિવસમાં ૧૦ હજાર રૂપિયાની કમાણી થઇ જતી હતી. હવે માંડમાંડ ૩થી ૫ હજારનો ધંધો થઈ રહ્યો છે.
વેચાણ ફરીથી ઓછું થઈ ગયું છે. કાંતા પ્રસાદે પોતાની ફરિયાદમાં દાવો કર્યો કે, ગૌરવ વાસન તેમની બેન્ક ડિટેલ શૅર કરીને ડોનેશન લઈ રહ્યા છે અને તેની હેરાફેરી કરી રહ્યા છે.
બે ચેક ૧ લાખ રૂપિયા અને ૨ લાખ ૩૩ હજાર રૂપિયાના હતા, જ્યારે ત્રીજું પેમેન્ટ ૪૫ હજાર રૂપિયાનું હતું.
બીજી તરફ ગૌરવ વાસને આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ ડોનેશનના તમામ નાણા કાંતા પ્રસાદના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ચૂક્યા છે. ગૌરવ વાસનના જણાવ્યા મુજબ, જ્યારે મેં બાબા કા ઢાબાનો વીડિયો શૂટ કર્યો, મને ખબર નહોતી કે તે આટલો વાયરલ થઈ જશે.
હું નથી ઈચ્છતો કે લોકો બાબા કાંતા પ્રસાદને પરેશાન કરે. જેથી ડોનેશન માટે મેં મારી બેંક ડિટેલ આપી દીધી. વસાને ત્રણ ટ્રાન્ઝેક્શનની રસીદ પણ શૅર કરી. આ ત્રણેય ૨૭ ઓક્ટોબરની હતી. તેમાં બે ચેક ૧ લાખ રૂપિયા અને ૨ લાખ ૩૩ હજાર રૂપિયાના હતા, જ્યારે ત્રીજું પેમેન્ટ ૪૫ હજાર રૂપિયાનું હતું.