Western Times News

Gujarati News

બાબા સિદ્દીકીની હત્યાથી બોલિવૂડ થયું શોકમગ્ન

શિલ્પા શેટ્ટી સહિત આ હસ્તીએ કર્યું દુઃખ વ્યક્ત

૧૨ ઓક્ટોબરની રાત્રે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી

મુંબઈ,૧૨ ઓક્ટોબરની રાત્રે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળી વાગ્યા બાદ તરત જ તેને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં, જ્યાં ડોક્ટરે તેના મૃત્યુની પુષ્ટિ કરી હતી. બાબા સિદ્દીકી બોલિવૂડ સ્ટાર્સની ખૂબ નજીક માનવામાં આવતા હતા. તેની હત્યાથી સમગ્ર બોલિવૂડ આઘાતમાં છે.સલમાન ખાન, શિલ્પા શેટ્ટી, સંજય દત્ત, રાજ કુન્દ્રા, પ્રિયા દત્ત જેવી બોલિવૂડ અને રાજનીતિની ઘણી મોટી હસ્તીઓ તેમને જોવા હોસ્પિટલ પહોંચી હતી.

રિતેશ દેશમુખે X પર કમેન્ટ કરીને બાબા સિદ્દીકીના નિધન પર શોક વ્યક્ત કર્યાે હતો. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘બાબા સિદ્દીકીની હત્યાથી હું ખૂબ જ દુઃખી અને ઊંડો આઘાત અનુભવું છું. ભગવાન આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારને સાથ આપે અને આ હત્યાના આરોપીઓને સખતમાં સખત સજા મળે.ભૂતપૂર્વ લોકસભા સભ્ય અને અભિનેતા સંજય દત્તની બહેન પ્રિયા દત્તે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ શેર કર્યું છે. ‘આજે હું બાબા સિદ્દીકીના દુઃખદ અવસાનથી ખૂબ જ હચમચી ગઈ છું. આ ઘટનાથી મને આઘાત લાગ્યો છે. તેઓ રાજકીય સાથી કરતાં વધુ હતા;

તે મારો પરિવાર હતો. મારા પિતા માટે બાબા સિદ્દીકી એક પુત્ર સમાન હતા અને મારા માટે તેઓ એક ભાઈ અને પ્રિય મિત્ર હતા. તેઓ તેમના સમગ્ર રાજકીય પ્રવાસમાં અને તે પછી પણ મારા પિતાની પડખે મક્કમતાથી ઊભા રહ્યા. જ્યારે મેં રાજનીતિમાં પ્રવેશી, ત્યારે તેમણે મને ઉતાર-ચઢાવમાં માર્ગદર્શન આપ્યું અને તેમનો અતૂટ ટેકો આપ્યો. તેમની વિદાય પરિવારના કોઈ સભ્યની વિદાય જેવી અનુભૂતિ થાય છે. ભાભી જીશાન અને અર્શિયા માટે મારું દિલ દુઃખે છે’.શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા, વીર પહાડિયા, સલમાન ખાન ગઈકાલે રાત્રે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો. હોસ્પિટલથી બહાર નીકળતી વખતે શિલ્પા શેટ્ટી પોતાની કારમાં ભાવુક જોવા મળી હતી. તેના મિત્રના ગયા પછી શિલ્પા શેટ્ટી પોતાની જાત પર કાબૂ રાખી શકી નહીં અને તે ભાંગી પડી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.