બાબુલ સુપ્રિયો ટીએમસીના સ્ટાર પ્રચારકોના લિસ્ટમાંથી બાકાત
કોલકતા, બંગાળની ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી ૩૦ ઓક્ટોબરે યોજાનારી છે પણ બાબુલ સુપ્રીયોને આ ચૂંટણી માટેના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બાકાત રખાયા છે. આ યાદીમાં મમતા બેનરજી, તેમના ભત્રીજા અભિષેક બેનરજી સહિત ઘણા નામ છે પણ બાબુલ સુપ્રિયોને તેમાં સામેલ કરાયા નથી. ઉલટાનુ તેમના કરતા ઓછી રાજકીય અનુભવી અને ટીએમસીની સાંસદ તથા એક્ટ્રેસ નુસરત જહાંને આ યાદીમાં સ્થાન અપાયુ છે.
બાબુલ સુપ્રિયો ભાજપમાં હતા ત્યારે તેમને પીએમ મોદી સહિતના મોટા નેતાઓ મહત્વ આપતા હતા. તેમને પાર્ટીની મોટી બેઠકોમાં પણ મહત્વ અપાતુ હતુ. અત્યારે બાબુલ સુપ્રિયોની સ્થિતિ ના ઘરના કે ના ઘાટના જેવી બનવા જઈ રહી હોય તેમ લાગે છે.
જાેકે બાબુલને પહેલા મમતા બેનરજીએ ભવાનીપુર પેટા ચૂંટણીમાં પોતાના માટે પ્રચાર કરવા કહ્યુ હતુ. જાેકે બાબુલે હરીફ ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલ પોતાની મિત્ર હોવાનુ કહીને તેની સામે પ્રચાર કરવાની ના પાડી દીધી હતી.HS