બામણવાડ (સુંદરપુરા) ગામે આઠ ગામ પ્રણામી વણકર સમાજનું સ્નેહમિલન યોજાયું
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બામણવાડ (સુંદરપુરા) નવી વસાહત મુકામે આઠ ગામ પ્રણામી વણકર સમાજનું નૂતનવર્ષ નિમિત્તે દુર્ગેશભાઈ પ્રણામીની અધ્યક્ષતા હેઠળ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે વયનિવૃત્તિ કર્મચારીઓનું સન્માન સમારોહ યોજાયો હતો
આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ શિક્ષણ અને સમાજ સુધારાના અંગે અને સામાજિક એકતા માટે વિશેષ પરામર્શ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બામણવાડ ગામના સરપંચ વાલજીભાઇ , પ્રવીણભાઈ (વણઝર),ધૂળજી ભાઈ (સુંદરપુરા), રતિલાલ (ટીંટોઈ), દિનેશભાઇ (મોટી બેબાર), નટુભાઈ (કુસ્કી) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા