Western Times News

Gujarati News

બાયડથી અમદાવાદ રોડ ખાનગી બસો પર દરરોજ થતી મોતની મુસાફરી: તંત્ર લાચાર કે બેદરકાર

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી ના બાયડ થી અમદાવાદ જતા રોડ પર રોજ ખાનગી બસ વાડા જીવ ના જોખમે મુસાફરી કરાવતા નજરે પડે છે ગતિશીલ ગુજરાતમાં મોત ની સવારી થી અસંખ્ય નિર્દોષ લોકો મોત ના મુખમાં ધકેલાઈ રહ્યા હોવા છતાં રાજ્ય સરકાર અને જવાબદાર તંત્રની આંખો ખુલતી નથી અરવલ્લી જીલ્લામાં કાયદાની ઐસી તૈસી કરી ખાનગી ટ્રાવેલ્સ વાળા અને જીપો સહીત શટલીયા વાળાઓ તેમના વાહનોમાં ખીચો ખીચ મુસાફરોને ભરી રૂપિયા કમાવાની લાહ્ય માં જીલ્લાના માર્ગો પર થી ખુલ્લે આમ પસાર થઈ રહ્યા છે અને બેફામપણે ભાડામાં પણ લૂંટ ચલાવી મુસાફરોને લૂંટી રહ્યા છે ખાનગી વાહનનો સામે ટ્રાફિક ડ્રાઈવના નામે કામચલાઉ દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરતુ જીલ્લા આરટીઓ તંત્ર અને જીલ્લા ટ્રાફિક તંત્ર ખાનગી બસો સામે કાર્યવાહી કરવામાં લાચાર જણાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

અરવલ્લી જીલ્લાના મુખ્યમાર્ગો પર થી પસાર થતી ખાનગી બસો અને જીપ કે રીક્ષા ઓ ખીચો ખીચ મુસાફરો ભરવાની સાથે ટ્રાફિકના નિયમોને ઘોળી ને પી જઈ બસ ના છાપરા ઉપર પણ મુસાફરો બેસાડી બિન્દાસ્ત બસ સ્ટેન્ડમાં પણ પ્રવેશી રહ્યા છે મુસાફરોને મોતની મુસાફરી કરાવતા ખાનગી વાહન ચાલકો સામે જીલ્લા આરટીઓ અને ટ્રાફિક તંત્રએ કાર્યવાહી ના નામે મીંડુ સમાન છે આજુબાજુ શોપિંગ સેન્ટરો ની આગળ રિક્ષા ચાલકો બેફામ રીક્ષાઓ પેસેન્જરો થી ભરતા હોય છે પરંતુ હતા રાજમાં રચતી રહેતી પોલીસ આંખ આડા કાન કરતી હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે જ્યારે આમ જનતા એવું ઈચ્છી રહી છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે એવું સાર્થક કરીને ટ્રાફિક વ્યવસ્થા જાળવતી રહે અને તંત્ર આ દિશામાં ઘટતું કરે તેવું આમ જનતા ઇચ્છી રહી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.