બાયડથી દ્વારકા નવી બસ ચાલુ થવાના એક વર્ષ પૂર્ણ થતા ભક્તો દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ દ્વારકા બસ ચાલુ કરવાની છેલ્લા ઘણા વર્ષોથી દ્વારકાધીશના ભક્તજનોએ માગણી કરેલ હતી જે માંગણી ગત વર્ષે તા.૧૮/૦૫/૨૦૨૩ ના રોજ સંતોષાઈ હતી અને મુસાફર જનતામાં ખુશીની લાગણી છવાઈ હતી વર્ષ દરમિયાન દ્વારકાધીશના ભક્તજનોએ આ સેવાનો ભરપૂર લાભ લઈ ધન્યતા અનુભવી હતી
ભક્તજનો દ્વારા ડ્રાઇવર, કંડકટર અને ડેપો મેનેજર તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વિહોતર વિકાસ મંચ ગુજરાત પ્રદેશ મહામંત્રી ધનજીભાઈ રબારી (બોરમઠ) અને કંદર્પભાઈ ભટ્ટ (ચોઇલા) ડેપો મેનેજર મેઘનાબેન પરમાર, એ ટી.આઈ વિરમભાઇ રબારી (નાણા) કનુભાઈ રબારી (જીતપુર )શામળભાઈ રબારી( રામપુરા) તથા
મોટી સંખ્યામાં એસ.ટી.ના કર્મચારીઓ હાજર રહ્યા હતા આ બસ સવારે ૮ઃ૧૫ કલાકે બાયડ થી ઉપડી વાયા અમદાવાદ થઈ રાત્રે ૯ઃ૦૦ કલાકે દ્વારકા પહોંચે છે ત્યાં રાત્રી રોકાણ બાદ બીજા દિવસે સવારે ૮ઃ૦૦ કલાકે દ્વારકા થી ઉપડી તેજ રૂટ ઉપર સાંજે બાયડ પરત આવે છે આ બસને ચાલુ થઈ એક વર્ષ પૂર્ણ થતાં આજે કંદર્પભાઈ ભટ્ટ દ્વારા વિધિવત પૂજા કરી ગુલાબના ફૂલહાર સાથે શ્રીફળ વધેરી મીઠાઈ ખવડાવવામાં આવી
જય દ્વારકાધીશના ના નારા સાથે બસને રવાના કરવામાં આવી હતી આ પ્રસંગે એસ.ટી.ના કર્મચારીઓ જેવા કે ડેપો મેનેજર મેઘનાબેન પરમાર, એ.ટી. આઈ વિરમભાઇ રબારી, રાકેશભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં એસ.ટી.ના કર્મચારીઓ હાજર રહ્યા હતા દ્વારિકાધીશના દર્શન કરવા જતા સૌ કોઈ ધર્મપ્રેમી જનતાને આ બસનો વધુમાં વધુ લાભ લેવા બાયડ ડેપો મેનેજર મેઘનાબેન પરમાર દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.