Western Times News

Gujarati News

બાયડના આંબલીયારા ખાતે નાયી વાળંદ સમાજ માર્ગદર્શન સેમીનાર યોજાયો

મેઘરજ, અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના આંબલીયારા લિમ્બચધામ ખાતે લિમ્બચ નાયી વાળંદ સમાજમંચ આયોજીત રાજકોટના ફોરએક્ષ સલુનના માલિક અને હેર માસ્ટર કેયુર ભટ્ટીના અધ્યક્ષ સ્થાને કોરોના વાયરસની ગાઈડલાઈન મુજબ એકદિવસીય સેમીનારનુ આયોજન કરવામાં આવ્યૂ હતુ.

બાયડના આંબલીયારા ખાતેના લીમ્બચધામ ખાતે નાયી વાળંદ સમાજના હેર સલુનના ધંધાર્થીઓને પ્રેક્ટીકલ અને ડેમો ધ્વારા સલુન મેનેજમેન્ટ માર્ગદર્શન  અને વ્યવસાયલક્ષી તાલીમ રાજકોટના ફોરએક્ષ સલોનના માલિક અને હેર માસ્ટર ધ્વારા આપવા આવવામાં આવી હતી.

જેમાં નાયી વાળંદ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી નાયી વાળંદ સમાજનો વ્યવસાય કરતા તમામ લોકોને તાલીમ આપવામાં આવી હતી આ પ્રસંગે હીંમતનગર તાલુકાના પુર્વ વિરોધપક્ષના નેતા પ્રકાશભાઈ વૈધ,હીંમતનગર તાલુકા પંચાયત સદસ્ય ઉષાબેન વૈધ, અંબાજી ધર્મશાળાના ટ્રસ્ટી કમલેશભાઈ વાળંદ,અરવલ્લી લીમ્બચ સમાજ પ્રમુખ બી.ટી.નાયી,

ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ બળવંતભાઈ નાયી,બાબુભાઈ,નરોત્તમ ભાઈ સહીત ના મહેમાનો અને સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સેમીનારનુ આયોજન હર્ષદભાઈ,જગદિશભાઈ,ધર્મેન્દ્રભાઈ ધનસુરા તેમજ આંબલીયારા ગામ મિત્ર મંડળ ધ્વારા કરવામાં આવ્યૂ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.