Western Times News

Gujarati News

બાયડના આબલીયારા  નજીકના પુલ ઉપરથી કાર ખાબકતાં એકનું મોત બે નો આબાદ બચાવ 

ડોક્ટર પુત્ર ને બોન્ડ આપીને પરત ફરતા પિતાને અકસ્માત નડ્યો. બાયડ તાલુકાના આંબલીયારા નજીક સામેથી આવતાં મોટા વાહન ના તે જ પ્રકાશથી અંજાઈ જતા કાર પુલ ઉપરથી નદીમાં ખાબકતા ચાલક સુરેશભાઈ જેઠાભાઈ પંચાલ રહે દખણેશ્વર નું ગંભીર ઈજાથી મોત નીપજ્યું હતું જ્યારે બે વ્યક્તિ ને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

જામનગર મો તબીબ નો અભ્યાસ કરતા પુત્રને બોન્ડ આપીને પરત આવી રહ્યા હતા ત્યારે સર્જાયેલી દુર્ઘટના થી પરિવાર ઉપર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ પરિવારની થઈ હતી જ્યારે સમગ્ર પંચાલ સમાજ સહિત દખણેશ્વર ગામ હિંબકે ચડ્યું હતું અને પુરા ગામ માં માતમ છવાયો છે બનાવ અંગે ઓબલિયારા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.            પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર દખણેશ્વર ગામના સુરેશભાઈ જેઠાભાઈ પંચાલ કાર(નં.જી.જે.૩૧.ડી-૮૫૮૮) હંકારી ગતરોજ રાત્રે બાયડ તરફ આવી રહ્યા હતા

ત્યારે ઓબલિયારા માઝૂમ નદીના બ્રીજ ઉપર સામેથી આવતા મોટા વાહન ના તેજ પ્રકાશ થીઅંજાઈ જતા કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર બ્રિજ ઉપરથી૮૦ ફૂટ નીચે નદીમાં ખાબકતા ગાડીના ચુરેચુરા ઉડી ગયા હતા જેમાં ચાલકનું ગંભીર ઈજાથી ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ગામના બે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા કાર પુલ ઉપર થી ખાબકવા ના સમાચાર સામે આવતા તેનપુર ઓબલીયારા જીતપુર સહિતના અનેક લોકો દુર્ઘટના સ્થળે દોડી આવ્યા હતા બનાવ અંગે મોહન ભાઈ જેઠા ભાઈ પંચાલ ની ફરિયાદના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઇજાગ્રસ્તો.   સુધીરભાઈ મોહનભાઈ પંચાલ.                   ગોપાલ ભાઈ જેઠા ભાઈ પંચાલ બન્ને રહેવાસી દખણેશ્વર તા.બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.