બાયડના ખ્વાજા ગરીબ નવાઝ કમિટીના ભાઈઓએ દર્દીઓને ભોજન પહોંચાડ્યુ
બાયડના ખ્વાજા ગરીબ નવાઝ કમિટીના ભાઈઓએ હોસ્પિટલમાં જઈને દર્દીઓને ભોજન પહોંચાડી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આજની જે વિકટ પરિસ્થિતિમાં જે સેવા નું કામ બાયડ ના ખ્વાજા ગરીબ નવાઝ કમિટી ના જે ભાઈઓ . કરી રહ્યા છે ખરેખર આ કામ ન ધન્ય છે અમે બધા મિત્રો એ દરેક હોસ્પિટલ માં જે દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓને જે અગવડ પડી રહી છે તેમાં ફૂલ નહિ તો ફૂલ ની પાખડી સમાન કામ કરવાના આવે છે.
જેમાં 25 થી પણ વધારે દર્દી ઓ અને તેમના પરિવાર ને ભોજન આપવામાં આવ્યું ….અને ખાસ તો ઉદેપુર થી સુરત 1 જ એક્ટિવા પર જતા પરિવાર ના 7..(સાત) સભ્યો જતા હતા તેમને પણ આ આ કમિટીના સભ્યો ને તેમની સેવા કરવાનો મોકો મળ્યો છે. ખરેખર ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવું એ જ ઉત્તમ સેવા છે. (દિલીપ પુરોહિત બાયડ)