બાયડના ગાબટ મુકામે પુંસરી/ભાઈપુરા તળાવ ઊંડું કરવાનું કામ ચાલું
બાયડ તાલુકાના ગાબટ ગામનો વર્ષો જુની સમસ્યા ઉંચા બજારમાંમાં આવેલ” ખાણો “છે.. કે જેમાં વરસાદી પાણીના ભરાવો થવા ના કારણે “ગંદકી રોગચાળો “અને અનેક પ્રશ્ન ઉભા થતા હતા આ મામલે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ અને ગાબટના જીલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ રમણભાઈ પટેલને રજુઆત કરાતાં તેઓએ આ પ્રશ્ન પર તાબડતોબ જીલ્લા પંચાયતના જળ સંચય યોજના મારફતે ‘પુંસરી / ભાઈપુરા તળાવ ને ઊંડું કરી’ તેની માટીથી ખાણો પુરવા માટે ધારદાર રજુઆત કરી હતી
તેમની રજુઆતના પગલે આજ રોજ થી કામ ચાલું થયેલ છે. આ તબક્કે ડી. એમ. ડામોર તથા ગાબટ ગ્રામ પંચાયત નો ખુબ સારો સહકાર મળ્યો હતો.. પુંસરી /ભાઈપુરા તળાવ ઊંડું થવાના કારણે એની આજુબાજુ આવેલા કુવા / રીંગ બોર ના પાણી નું લેવલ ઊંચું આવશે જેથી સમગ્ર વિસ્તાર ના ખેડૂત ભાઈ ઓ ને ફાયદો થશે… જીતુભાઇ અંગત કારણોસર વ્યસ્ત હોવા છતાં ગાબટ ગામ માટે ના ખુબ જરૂરી કામ માટે સમય ફાળવી કામ મંજુર કરાવી લાવ્યા તે બદલ ગ્રામજનોએ આભાર માન્યો હતો.
દિલીપ પુરોહિત. બાયડ