બાયડના છાપરીયા ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવેદના કાર્યક્રમ યોજાયો
અરવલ્લી જિલ્લા બાયડ તાલુકાના છાપરીયા માં જન સંવેદના મુલાકાત માં મૃતકો ના પરિવાર ને સાંત્વના પાઠવવા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા,પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી ,નેતા વિજય સુવાળા તથા જિલ્લા પ્રમુખ ડી.બી. ડામોર ,ઉપપ્રમુખ પોપટભાઈ બારૈયા ,અરવલ્લી પ્રભારી કાંતિભાઈ તથા બાયડ પ્રમુખ સંજયભાઈ મહામંત્રી ઘનશ્યામભાઈ પટેલ અને કાર્યકરો હાજર રહ્યા હતા
આ કાર્યક્રમ મા ઉપસ્થિત ગોપાલભાઈ ઇટાલિયા અને વિજયભાઈ સુવાળા ને કંકુ ના તિલક કરી સ્વાગત કરવામાં આવ્યુ અને ત્યાર બાદ મૃતકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી આપ નેતા ભેમાભાઇ ચૌધરી એ સરકારને આજની મોંઘવારી બાબતે ભાષણ કરતા ડીઝલ ,પેટ્રોલ ,તેલ તથા ખેડૂતો ને મળતાં નીચા ભાવ બાબતે ચર્ચા કરવામાં આવી ત્યાર બાદ ગોપાલભાઈ ઇટાલિયા એ મોંઘવારી તેમજ ભાજપ અને કોંગ્રેસ ના શાશનો અંગે સભામાં ચર્ચા કરી તથા નવા કાર્યકરોને ખેસ પહેરાવી આમ આદમી પાર્ટી મા જોડાવા માટે આહવાન કર્યુ.
દિલીપ પુરોહિત. બાયડ